Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વડોદરામાં રાજકોટના સોની વ્યાપારીની કારમાંથી ૨ કરોડ ૩૫ લાખનું સોનું ચોરનાર એક આરોપી ભુજ માંથી ઝડપાયો

અમદાવાદ તેમજ ગાંધીનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોના – ૦૫ ગુનામાં નાસતા ફરતા તેમજ વડોદરામાં કારની ડેકીમાંથી ૨ કરોડ ૩૫ લાખની કિંમતના દાર્ગીનાની ચોરી કરનાર ટોળકીના એક ઇસમને ૧૪,૪૩,૬૦૦ ની કિંમતના ૮૮ ગ્રામ સોનાના દાગીના તથા ૩ લાખ ૭૫ હજારની રોકડ રકમ સાથે ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ એલસીબી

(વિનોદ ગાલા દ્વારા): (ભુજ) પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોઘલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ વણશોધાયેલ ધરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચન કરેલ હોય જેના અનુસંધાને એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ. એચ.એમ.ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી હયુમન સોર્સીશ તેમજ ટેકનીકલ સર્વેલન્સના આધારે ચોરીના બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી.ના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા. દરમ્યાન આજરોજ એલ.સી.બી.ના કર્મચારીઓની એક ટીમ

ભુજના શહેરી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ કે, ન્યુ સ્ટેશન રોડ પર આવેલ સંકલ્પ હોટલથી થોડેક આ રોડ પર એક ફોર વ્હીલર કાર માં એક ઇસમ સોનાના શંકાસ્પદ દાગીના વેચવાની ફીરાકમાં છે. જે મળેલ બાતમી હકકીત આધારે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબની એક કાર મળી આવેલ જેમાં બેઠેલ ઇસમનું નામઠામ પુછતા પોતાનું નામ મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સવાણી (સીંગલ ચાલી સંતનારાયણ દૂધઘર ડેરી સામે છારાનગર, કુબેરનગર અમદાવાદ વાળો હોવાનું જણાવેલ જેની હાજરી બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં, જેથી મજકુર ઇસમની અંગ ઝડી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી એક પ્લાસ્ટિકની થેલીમાં સોના જેવી ધાતુના દાગીના મળી આવેલ જે મળી આવેલ સોનાના દાગીના બાબતે મજકુર ઈસમની પુછપરછ કરી સોનાના દાગીનાના બીલ કે આધાર પુરાવાની માંગણી કરતાં પોતાની પાસે કોઇ બીલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ,

બાદ હ્યુન્ડઈ  કંપનીની એસેન્ટ કાર નં. 01-WR-6098 વાળીની ઝડતી તપાી કરતા કાર માં પાછળની સીટમાંથી એક કાળા કલરના બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ રોકડ રૂપીયા ૩,૮૫,૦૦૦/- મળી આવેલ. જેથી મજકુર ઇસમની યુતિ પ્રયકતિથી પુછપરછ કરતાં મજકુર ઈસમ તથા તેના સાગરીતોએ મળીને ઞ તા.૧૮/૦૬/ર૧ ના રોજ વડોદરા શહેરમાં છ જકાતનાકા પાસેથી એક કારનો કાચ તોડી તેની ડેકીમાંથી બે બેંગોમાંથી સોનાના દાગીના આશરે બે થી અઢી કીલો જેટલાની ચોરી કરેલ માંથી પોતાના ભાગે 400 ગ્રામ સોનાના દાગીના આવેલ હતા જે દાગીના પોતે ભુજમાં છૂટક છૂટક કરીને વેંચેલ હોવાની કબુલાત કરતો હોઈ જે બાબતે ખરાઈ કરતા વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૧૨૧૭૭૦, આઈ.પી.સી કલમ ૩૭૯.૪૬૧,૪૨૭,૧૧૪ મુજબનો ગુનો તા.૧૮/૦૬/૨૦૨૧ ના રોજ દાખલ થયેલો હોય જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી ફ્લમ - ૪૧(૧)ડી) મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મનીષ ઉર્ફે મનોજ કનૈયાલાલ સવાણી (સીંધી), રહે.સીંગલચાલી,સંતનારાચણ દૂધઘર, છારા નગર, કુબેરનગર, અમદાવાદ.

(2:58 pm IST)