Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગાંધીધામમાં મુછોને વળ દેતા રિક્ષા ચાલક શખ્સને હટવાનું કહેતા મામલો બિચકયોઃ છરી વડે વેતરી નાખ્યો

નજીવી બાબતે હત્યાના બનાવથી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૨:  ગાંધીધામમાં કાર્ગો વિસ્તારમાં બાપા સીતારામનગર પાસે નજીવી બાબતે રિક્ષા ચાલકની હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે.

૩૦ વર્ષીય રિક્ષા ચાલક રાજુ કાંતિલાલ બારોટે તેની રિક્ષાની આડે ઊભીને મૂછોને તાવ દઈ, ગાળો બોલતા જયેશ ચમનલાલ પરમારને હટવાનું કહેતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.

ઉશ્કેરાયેલા જયેશે પોતાની ભેટમાંથી છરી કાઢીને રિક્ષા ચાલક રાજુને ઘા મારી વેતરી નાખતા તે ત્યાજ ઢળી પડ્યો હતો. હત્યાના આ બનાવ બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)