Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરેન્‍દ્રનગર મુળી રોડ ઉપર એકનું મોત

રાત્રીના અંધારામાં વાહને રાહદારીને હડફેટે લીધો

વઢવાણ,તા. ૧૨: સુરેન્‍દ્રનગર મૂળી હાઇવે ઉપર રાત્રિના ચાલીને પસાર થતા યુવકને મોટા વાહનોને હડફેટે લીધો છે મોટા વાહનો અડફેટે લેતા મોત નિપજવા પામ્‍યું છે ત્‍યારે ત્‍યાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો રોકી૧૦૮નો સંપર્ક સાધ્‍યો હતો.

ડોક્‍ટર દ્વારા તપાસ કરવામાં આવતા આ યુવકને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો ત્‍યારે સુરેન્‍દ્રનગર મુળી રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેવા અરસામાં રાત્રી દરમિયાન લાઈટો તથા રોડ ઉપર ખાડા હોવાના કારણો અને રોડ બિસ્‍માર હાલતમાં હોવાના કારણે અવાર નવાર નાના મોટા અકસ્‍માતો સર્જાયા કરતા હોય છે ત્‍યારે મોટા વાહન ચાલકે વધુ એક યુવકને રાત્રિના અંધારામાં હડફેટે લીધો છે.

 

 

(12:04 pm IST)