Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

માનવ મગજની અદભુત ક્ષમતાઓને સાબિત કરીને ગોંડલનો ૧૦ વર્ષનો ટાબરીયો બન્યો ચેમ્પિયન

યુસીમાસની સ્ટેટ લેવલ સ્પર્ધામાં૧૦ મિનિટમાં ૨૦૦ દાખલા ગણ્યા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨ : ગોંડલના બાળકોએ મેળવી યુસીમાસ સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં અનોખી સિધ્ધી મેળવી છે.

તા. ૨૭ ૬ .૨૦૨૧ના રોજ  યુસીમાસ સ્ટેટ લેવલની ઓનલાઇન કોમ્પિટિશનમાં સમગ્ર ગુજરાત ના ૯૫૦ થી વિધાયર્થીઓ વચ્ચેની સ્પર્ધમાં  ગોંડલ ના હોનહાર ૬ બાળકોએ પોતાનું અનોખું કૌવત દર્શાવી ને કોઈ પ્રકારના ઇલેકટ્રોનિક સાધન કે કેલ્ક્યુલટરની મદદ વગર પલક ઝપકવતા ૧૦ મિનિટ માં ૨૦૦ દાખલા ગણ્યા હતા. ક્ષ્૩ કેટેગરી માં ૧૦ વર્ષના જોશી સમર્થ મનીષભાઈ  સમગ્ર ગુજરાત ચેમ્પિયન બન્યો છે. વડોદરાના મેયર  કેયુર રોકડીયા અને યુસીમાસ ઇન્ડિયાના ડાયરેકટર ડો.સ્નોહલ કારીયા દ્વારા સમર્થ ને  અને તેના પિતા મનીષભાઈ જોશી ને ચેમ્પિયન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા માં આવ્યો.આ તકે સિમ્પલ સર અને  દિવ્યેશભાઈ સાવલિયા પણ બાળક ને બિરદાવવા હાજર રહ્યા હતા.

 ગોંડલના પરફેકટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના ૬ બાળકોએ નાની ઉંમરે પોતાની પ્રતિભા બતાવી ને  ઓનલાઈન સોફ્ટવેર પર પોતાની મહારથ હાંસલ કરેલ છે અને આ   ૬ ટાબરીયાઓ એ કોરોના ની આ મહામારી વચ્ચે પોતાની મન અને મગજની ક્ષમતાઓ સિદ્ધ કરેલ છે.

 સમયની સાથે તાલ મિલાવવો ખૂબ જ જરૂરી છે તે સ્વીકારી ને   હાલમાં   ઓનલાઈન સ્ટડી કરતા બાળકોએ  અબેકસ મેથડ પર ગજબ ની પકડ મેળવી ને ગણીત ને જાણે રમત બનાવી દીધી છે. મોટા ભાગ ના બાળકો ને જ્યારે ઓનલાઇન અભ્યાસ માં મુશ્કેલીઓ પડતી હતી . અને એમાં પણ જ્યારે ગણિત જેવો અઘરો વિષય હોય ત્યારે બાળકો માટે તો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. ત્યારે ગોંડલ ના  ૬ બાળકો કઈક જુદી માટીના ઘડાયેલા અને તેમણે આ પડકારને સ્વીકારયો.૧૦ મિનિટ માં ૨૦૦ દાખલા કોઈ પણ પ્રકારના ઇલેકટ્રોનિક સાધન ની મદદ વગર ગણવા માટે સતત ૩ થી ૪ મહિનાની રોજની ૭ થી ૮ કલાકની મેહનત કરી અને A3 કેટેગરીમાં ધાંધલ ધૈર્ય વિનોદભાઈ એ 1st રેન્ક મેળવેલ Z3 કેટેગરી માં જગડા પાર્થ ભાવેશભાઈ એ 2nd રેન્ક , કાલરીયા સર્વાંગ રાકેશભાઈ એ 4th રેન્ક અને ગોંડલીયા મુદ્રિકા શૈલેષભાઈ એ 4th રેન્ક પ્રાપ્ત કરેલ.  જ્યારે Z2 કેટેગરીમાં ભૂત ધ્વનિ ભાવેશભાઈ એ Z2માં Zonal રેન્ક મેળવીને ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવેલ.સાવ સામાન્ય એવા સરવાળા  બાદબાકી , કે ગુણાકાર , ભાગાકાર શીખવા તે બાળકો અને માતા પિતા માટે માથાનો દુખાવો થઇ ગયો છે ત્યારે  આ બાળકો એ કૉપ્યુટર કે લેપટોપ પર   રેન્ડમ કોઈ પણ નમ્બર જોઈ ને સીધો જ જવાબ આપી દે છે. કોઈ પણ ના દસ આંકડાનો મોબાઈલ નમ્બર બોલો અને બોલવાનું પૂરૂ થાય ત્યાં તો તરત જ આ ટાબરીયાવ પાસે જવાબ હાજર. સમયની સાથે બદલાતા ટેકનોલોજીના પ્રવાહના ઓનલાઈન સૉફ્ટવેર  પર છેલ્લા ૩ મહિના થી આ બધા પ્રેકટીસ કરી રહ્યા છે અને હવે આ બાળકોએ રચ્યો છે ઇતિહાસ.

 આ સુપર ૬ બાળકો ને તૈયાર કરનાર પરફેકટ કલાસીસ ના  માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા  સાથે આ સ્પર્ધા અને બાળકો ની ક્ષમતા  અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે હવે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાન માં રાખીને બાળકોને તૈયાર કરવા પડશે. માત્ર ગોખણિયું શિક્ષણ જ નહીં પરંતુ સતત બદલાતી જતી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી બાળકોને કઈક અલગ આપવું જ પડશે..ગણિત જરાય અઘરું નથી અને એમાં પણ જો અબેકસના ઉપયોગ થી બાળકોને તૈયાર કરવામાં આવે તો બાળકોનો ઝડપ , એકાગ્રતા , તર્ક શકિત , વિઝન , વિઝયુઅલાઈઝેશન બધું જ ડેવલપ થાય છે. બાળકો ની આંતરિક પ્રતિભાને ખીલવવા અને તેમનામાં રહેલી શકિતઓને બહાર લાવવા જો પ્રયત્નો થાય તો દરેક બાળક પોતાની રીતે અદભુત જ છે. આજે ગોંડલમાં એવા પણ બાળકો છે કે જે માત્ર ૨ મિનિટની અંદર ૧૦૦ ગુણાકાર ખૂબ જ સરળતા થી કરી આપે છે. આ પ્રકારની તાલીમ બાળકોને ભવિષ્યમાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થઇ સકશે.આ બાળકો એ નાની ઉંમરે આ મહારથ મેળવીને લોકોને અચંબિત કરેલ છે. આ બાળકોને રજનીસભાઈ રાજપરા અને ઈશાની ભટ્ટ દ્વારા તાલીમ આપી ને તૈયાર કરેલ છે.

(1:19 pm IST)