Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા ૧૭.૩ કરોડનો ભાવફેર ચુકવવામાં આવશે : જીલ્લામાં ૨૯૧ દૂધ મંડળી કાર્યરત : વર્ષ ૨૦૨૦-૨૧માં ટર્નઓવર ૨૪૦ કરોડએ પહોંચ્યું

(દિપક જાની દ્વારા) હળવદ તા.૧૨ : તાજેતરમાં મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય લી. સંચાલિત મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧નો પશુપાલકોને ભાવ ફેર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે મહિલા દૂધ સંઘ સાથે સંકળાયેલા જિલ્લાના ૨૬ હજારથી વધુ પશુપાલકોને ૧૭.૩ કરોડ રૂપિયાનો ભાવ ફેર ચુકવશે

મોરબી મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય લી. સંચાલિત મયુર ડેરી સાથે જિલ્લાના ૨૬ હજારથી વધુ પશુપાલકો જોડાયેલા છે દૂધ સંઘ સંચાલિત ૨૯૧ દૂધ મંડળી પર હાલના સમયમાં પણ દરરોજ ૧.૫૫ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે જિલ્લા દૂધ સંઘ દ્વારા કોરોનાના કપરા સમયમાં પણ વર્ષ ૨૦૨૦-૨૧માં પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ૭૧૯ રૂપિયા મુકવામાં આવ્યા છે

ત્યારે તાજેતરમાં દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયા અને વાઇસ ચેરમેન ગાયત્રીબા નરેન્દ્ર સિંહ ઝાલા તેમજ દૂધ સંદ્યના ડિરેકટરોની હાજરીમાં બેઠક મળી હતી આ બેઠકમાં દૂધ સંદ્ય સાથે જોડાયેલા પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ ૫૫ નો ભાવ ફેર ચૂકવવાનું જાહેર કરવામાં આવ્યો છે જેથી જિલ્લાના ૨૬ હજાર પશુપાલકોને ૧૭.૩ કરોડનો ભાવ ફેર ચૂકવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવી કપરી પરિસ્થિતીમાં જિલ્લા દૂધ સંદ્ય દ્વારા જે પશુપાલકોને ભાવ ચુકવવામાં આવ્યો છે તે હાલના સમયમાં પશુપાલકોને ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે વધુમાં ચેરમેન હંશાબેન પટેલ એ જણાવ્યું હતું કે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા,પશુઓ તંદુરસ્ત રહે અને દૂધની માત્રા વધે તથા ગુણવત્ત્।ા સુધરે તે માટે મોંઘાદાટ ખોળ અને બજાના દાણને બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને અપીલ કરી છે.

(1:24 pm IST)