Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદર પોલીસ દ્વારા કોમ્બીંગ નાઈટ

પોરબંદરઃ જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની દ્વારા અષાઢી બીજે રામદેવજીપીરની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત જળવાય રહે તે માટે શહેર વિસ્તારમાં કોમ્બીંગ નાઈટનું આયોજન કરવામાં આવેલ. જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગન નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયાના માર્ગદર્શન કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્ચા. પોલીસ ઈન્સ. એમ.એન. દવે તથા સર્વેલન્સ સ્કવોડના પો. સબ ઈન્સ. એ.બી. દેસાઈ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ.એન. દવે તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ. ઈન્સ. એમ.એલ. પરમાર તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સપેકટર વાય.પી. પટેલ તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો, એન્ટ્રી પોઈન્ટ, એકઝીટ પોઈન્ટો ઉપર સઘન વાહન ચેકીંગ કરવામાં આવેલ તે તસ્વીરો.

(1:25 pm IST)