Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જામજોધપુરના ધ્રાફામાં ૩ ઇંચ : ભણગોર રાા, પીઠડમાં ર ઇંચ

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧ર : જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઝાપટાથી ૩ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં જામજોધપુરના ધ્રાફામાં ૩ ઇંચ લાલપુરના ભણગોરમાં અઢી ઇંચ, જોડિયાના પીઠડમાં ર ઇંચ વરસાદ પડયો છે.

જામનગર જીલ્લાના ફલ્લામાં અડધો ઇંચ તથા વસઇ, જામવંથલી અને દરેડમાં ઝાપટા વરસ્યા છે.

જયારે જોડીયા હડીયાણામાં અડધો ઇંચ અને બાલંભામાં ઝાપટા પડયા છે.

ધ્રોલ તાલુકાના લતીપુર, લૈયારામાં પોણો ઇંચ તથા જાલીયા દેવણીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, મોટાવડાળા, મોટા પાંચ દેવડામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો.

જામજોધપુરના ધ્રાફામાં ૩ ઇંચ ધુનડામાં દોઢ ઇંચ તથા સમાણા, શેઠવડાળા, જામવાડી, વાંસજાળીયા, પરડવામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ પડયો છે.

લાલપુર તાલુકાના ભણગોરમાં અઢી ઇંચ, મોડપર અને પડાણામાં દોઢ ઇંચ, પીપરતોળીયા ૧ઇંચ, ડબાસંગ, મોટા ખડબામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે.

છેલ્લા ર૪ કલાકમાં જોડીયા ૧૪ મી.મી.જામનગર, ર મી.મી.ધ્રોલ ૧૧ મી.મી.જામજોધપુર ર૯ મી.મી.લાલપુર ૭૯ મી.મી.અને વરસાદ પડયો છે.

જામનગર

શહેરનું આજનું હવામાન ૩૬.પ મહત્તમ રપ.૮ લઘુતમ ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮.ર પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:27 pm IST)