Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ ખાંભામાં ૧ ઈંચઃ ૫ તાલુકામાં હળવા ઝાપટા

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ વરસાદી છવાયુ છે પરંતુ ધોધમાર સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી.

આજે બપોરે ૧૨ થી ૨ દરમિયાન કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ તથા અમરેલી જીલ્લાના ખાંભામાં એક ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ધારી, સાવરકુંડલા, દ્વારકા, કોડીનાર, ગીરગઢડામાં ઝાપટા પડયા છે.

ગઈકાલે ઉપલેટા તાલુકાના ઢાંકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. જ્યારે બાજુના મેરવદર ગામમાં સામાન્ય વરસાદ પડયો હોવાનું 'અકિલા' ફેસબુક લાઈવના શ્રોતા મહેશભાઈ ગેડીયાએ જણાવ્યુ હતુ.

કચ્છના ભવાનીપુરમાં રાત્રીના ૧ વાગ્યે વરસાદ પડયાનું 'અકિલા'ના ફેસબુક લાઈવના શ્રોતા મહેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યુ હતું.

(4:25 pm IST)