Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ભાવનગર-અમરેલીમાં દીપડાનો આતંક: ત્રણ લોકો પર કર્યો જીવલેણ હુમલો :એક બાળકીને ફાડી ખાધી

વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટેની કાર્યવાહી

અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાઓની ઘટનાઓ વઘતી જોવા મળી રહી છે. ત્યારે એક બેકાબૂ દીપડાએ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો છે અને એક બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

 ગત બે દિવસ પહેલા ધારી ગીર પૂર્વ સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલીનજીક રાત્રે સંગીતાબેન રવીન્દ્રભાઇ ઠાકર (ઉ.વ 30) નયનાબેન રાકેશભાઇ માલ (ઉ.વ 35) આ બંન્ને મહિલાઓ રાત્રીના સમયે ખેતરમાં જમીનના શેડની બહાર સુતા હતા. દરમિયાન દીપડો આવી જતા બંન્ને પર હૂમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. બંન્ને મહિલાઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટના અંગે માહિતી મળતા વન વિભાગ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજી સુધી દીપડાને ઝડપવામાં સફળતા મળી નથી.

બીજી ઘટના 11 તારીખે ભાવનગર જિલ્લાના પાલીતાણા રેન્જ ભંડારીયા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. અહીંથી દીપડો એક બાળકીને ઉઠાવી ગયો હતો અને ફાડી ખાધી હતી. ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં સેમરડી નજીક રાત્રે રહેતા કાનાભાઇ સાદુલભાઇ વાઘેલા ઉંમર વર્ષ 50 વર્ષ તેમની પાસે ઘેટા મોટા પ્રમાણમાં છે. જેથી સિંહ તેમનો શિકાર કરવા આવ્યો હતો. જો કે તેઓ ઉઠી જતા તેમણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને માથાના ભાગે પંજો માર્યો હતો. હાલ તેમની સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે.

(6:22 pm IST)