Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઉનાઃ ૨ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાની શિક્ષક સામે પોલીસ ફરિયાદ

ઉના,તા. ૧૧ : ગીરગઢડા તાલુકામાં અંબાડાગામની પ્રાથમિક શાળાના શિક્ષકે બે માસુમ બાળાને રીસેસમાં અડપલા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

અંબાડા ગામે રહેતી મહિલાએ ગીરગઢડા પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. કે અંબાડા પ્રાથમીક શાળામાં તેમની ૧૦ વરસની દિકરી તથા અંબાડા ગામની બીજી સગીર વયની દિકરીને અંબાડા પ્રાથમીક શાળામાં ફરજ બજાવતો નીહાર બારડ હામ રે.અંબાડાએ રીશેસમાં એકલતાનો લાભ લઇ અડપલા કરી જાતીય શારીરીક શોષણ કર્યું હતી. વધુ તપાસ તલાળા ગીરના સર્કલ સી.પી.આઇ તપાસ કરી રહ્યા છે.

(11:01 am IST)