Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઉનામાં સર્વ જીવના કલ્‍યાણ માટે ૫ લાખ ૮૦ હજાર થી વધુ સમૂહ મહામૃત્‍યુંજય જાપ : ૧૦૮ પાર્થીવ શિવ લીંગ બનાવી

ઉના,તા. ૧૧: શ્રાવણમાસમાં વિશ્વ કલ્‍યાણ- શાંતિ માટે ખેતલીયાદાદા ભકિત મંડળ દ્વારા ૫ લાખ ૮૦ હજારથી વધુ સમુહ મહા મૃત્‍યુંજય જાપ કરી ૧૦૮ પાર્થીવ શિવલીંગ બનાવી બિલ્‍વપત્રથી પુજાકરાઇ હતી.

સ્‍ટેશન પ્‍લોટમાં મોટા હનુમાનજી મંદિર પાસે ૧૧ વરસથી દર શનિવારે સમૂહ હનુમાન ચાલીસા પાઠ કરતુ ખેતલીયા દાદા ભકિતમંડળ, ખેતલિયા દાદા મહિલા મંડળ, યુવા મંડળ દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસે ખેતલિયા દાદા ભકિતમંડળના પ્રેરક મયુર(દાદા) ગાંધીનો અધ્‍યક્ષ સ્‍થાને માધવબાગના સંકુલમાં બપોરના ૩.૦૦થી રાત્રીના આઠ વાગ્‍યા સુધી ૬૦૦થી વધુ શિવભકતોએ મહામૃત્‍યુંજયના સમૂહમાં ૫ લાખ ૮૦ હજારથી વધુ જપ કરેલ હતા.

સમગ્ર વિશ્વમાં જીવમાત્રનું કલ્‍યાણ થાય, ધન-ધાન્‍ય, પાણીના ભંડાર ભરપૂર રહે તે માટે  શિવજીને પ્રાર્થના કરી હતી.આ જપ ચાલ્‍યા ત્‍યા સુધી પવિત્ર જંગલની માટીમાં ગંગાજળ, ગૌ મૂત્ર ગૌ છાણથી ૧૦૮ પાર્થીવ શિવલીંગ બનાવી બિલ્‍વપત્રો ચડાવી પુજા  અર્ચના કરી હતી. કાર્યક્રમને અંતે હાજરરહેલ ભકતોને ટોકન આપેલ તને ડ્રો કરી  ૩૫ થી વધુ ભકતોને વિવિધ ભેટો આપેલ અને કાર્યક્રમની શરૂઆતમાં ૧૨ કળશ ધારણ કરી પ્રવેશ કરેલ ૧૨ કન્‍યાઓને ગાલીચા ભેટ આપી સન્‍માનીત  કરી હતી.

કાર્યક્રમમાં ધારીથી પધારેલ લટુરીયા હનુમાન મંદિરના મહંત ઉનાના રાજકીય , સામાજીક, આરોગ્‍ય ક્ષેત્રે યોગદાન આપનારનું શાલ, હાર તથા કેસરી ખેસથી સન્‍માન કરાયુ હતું. આરતી પછી તમામ ભકતોને ખીરની પ્રસાદી આપી કાર્યક્રમ સંપન્ન થયો હતો

(1:00 pm IST)