Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોરબીના નવલખી રોડ પર જુગાર પાંચ ઝડપાયા

મોરબીમાં નવલખી રોડ પર શ્રાવણીયો જુગાર રમી નસીબ અજમાવતા ૫ જુગારીઓની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી રોડ નજીક  મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન  રણછોડનગર સાંઇબાબાના મંદીર પાછળ શેરીમાં જાહેરમા આરોપી સાજીદભાઇ ફરીદભાઇ હાજીભાઇ, જગદીશભાઇ રાણાભાઇ ધોળકીયા, હાજીભાઇ હારૂનભાઇ ભટ્ટી,સાજીદભાઇ ઓસમાણભાઇ ગોરી અને હબીબભાઇ મામદભાઇ દલ  ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્યા હતા.
જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૧૫૪૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:18 am IST)