Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પોરબંદર એનએસયુઆઇ દ્વારા સ્‍કુલના પ્રશ્‍ને રજૂઆત

પોરબંદર, તા.૧૨: ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા વિદ્યાર્થીઓને બસની જગ્‍યાએ રિક્ષામાં પરિવહન કરાવતા વિદ્યાર્થીઓને ઘણી મુશ્‍કેલીઓ પડે છે અને રિક્ષામાં મર્યાદિત સંખ્‍યા કરતાં વધુ વિદ્યાર્થીઓને મુશાફરી કરાવવાના કારણે અકસ્‍માતનો ભય પણ રહે છે અને તે સ્‍કૂલમાં અગાઉ બસ અકસ્‍માતનો બનાવ પણ બનેલો હતો માટે વિદ્યાર્થીઓની રજૂઆત ધ્‍યાને લઇ કુતિયાણા સ્‍કૂલ ખાતે રજૂઆત કરવામાં આવી કે આ રૂટની અંદર બસ ફાળવવામાં આવે અથવા તો બે વાહનની વ્‍યવસ્‍થા કરવામાં આવે તેવી રજૂઆત એનએસયુઆઇ દ્વારા કરી હતી.

આ ઉપરાંત લગભગ ૨  મહિના પેલા અમે ઘણી રજૂઆતો કરી હતી કે તમારા વાહનોની અંદર ફર્સ્‍ટ એડ બોકસ રાખવા આવે તેવી માગણી કરાય હતી.

આ રજૂઆતોને નજર અંદાજ કરી ને ફક્‍ત સોભાના ગઠીયા સમાન ફર્સ્‍ટ એડ બોક્ષ રાખવામાં આવ્‍યા હતા જેની અંદર રૂ, પાટો, અને ટીકડીઓ જ હતી, ટયુબ અને ટીંચર કે મલમ વગર ફક્‍ત રૂ શુ કામનું ? આ સવાલ કરતા ટ્રસ્‍ટીશ્રીએ જણાવ્‍યું હતું કેૅ ફર્સ્‍ટ એડ બોક્ષની સામગ્રી વિદ્યાર્થીઓ દ્વારા આડા આવડી કરવામાં આવે છે, આવા વાહિયાત બહાના આપવામાં આવતા એનએસયુઆઇએ જણાવ્‍યું હતું કે આવતા વિકની અંદર બધી બસ રિપેર કરી અને પ્રાથમિક સારવારની સુવિધા વિકસાવવામાં આવે અન્‍યથા તે શાળાના નામે અમે ગામમાંથી ફાળો ઉઘારાવી પોતે ફર્સ્‍ટ એડ કીટ લગાડી આપશું.

(10:25 am IST)