Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોંડલના જામવાડીમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ રૂા. ૭૭,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૨ : ગોંડલ તાલુકાના જામવાડી ગામે જાહેરમાં જુગાર રમાતો હોય પોલીસે દરોડો પાડી સાત પત્તા પ્રેમીઓ રૂ. ૭૭૨૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથધરી હતી.

તાલુકા પીએસઆઈ ડી.પી.ઝાલા, કોન્‍સ્‍ટેબલ છત્રપાલસિંહ જગદીશસિંહ, ધર્મેન્‍દ્રસિહ ગંભીરસિંહ જેઠવા, દિપેન્‍દ્રસિંહ અજીતસિંહ ઝાલા, મહીપાલસિંહ ચુડાસમા સહિતનાંઓએ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા જુગાર રમતા વીજય જેઠાભાઇ ટોળીયા, આંબા ગોગનભાઇ માવલીયા, ભરત બાબુભાઇ વેકરીયા, ભાવેશ હરીભાઇ ટોળીયા, અજય ચનાભાઇ સાકરીયા, દીનેશ બાબુભાઇ જાખેલીયા ને રોકડ રૂપીયા કુલ ૭૭,૨૫૦/- ના મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. 

(10:29 am IST)