Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબી પોલીસના ત્રણ દરોડામાં જુગાર રમતા ૧૨ ઝડપાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨ : નવલખી રોડ નજીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન રણછોડનગર સાંઇબાબાના મંદીર પાછળ શેરીમાં જાહેરમા આરોપી સાજીદભાઇ ફરીદભાઇ હાજીભાઇ, જગદીશભાઇ રાણાભાઇ ધોળકીયા, હાજીભાઇ હારૂનભાઇ ભટ્ટી,સાજીદભાઇ ઓસમાણભાઇ ગોરી અને હબીબભાઇ મામદભાઇ દલᅠ ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્‍યા હતા.

જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૧૧૫૪૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના રણછોડનગર નજીક તીનપતિ રમતા ૩ ઈસમો ઝડપાયા.

મોરબીમાં રણછોડનગર નજીક તીનપતિનો જુગાર રમી નસીબ અજમાવતા ૩ જુગારીઓની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી રોડ નજીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન રણછોડનગર સરદારજીના બંગલા પાસે જાહેર શેરીમાં આરોપી અલીયાસભાઇ નુરમામાદભાઇ મોવર, અબ્‍દુલભાઇ ઇકબાલભાઇ રાઠોડ અને વિપુલભાઇ ચમનભાઇ આડેશરા ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્‍યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૨૪૮૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ મોરબી ધોળેશ્વર રોડ પર સરાજાહેર જુગાર રમતા ૪ શખ્‍સો કાયદાના સકંજામાં.

ત્રીજા બનાવમાં ધોળેશ્વર રોડ પર સરાજાહેર જુગાર રમતા ૪ શખ્‍સોની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોળેશ્વર રોડ નજીક મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન રસમાધી પાસે ખુલ્લા પટમાં જાહેમાં આરોપી જગદીશભાઇ ભગવતીપ્રસાદ પંડ્‍યા, ઇરફાન વલીમામદભાઇ કટારીયા,રહીમભાઇ કરીમભાઇ નારેજા અને ફારૂક ઇશાકભાઇ શેખ ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા મળી આવ્‍યા હતા.જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ.૬૮૦//- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:32 am IST)