Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીના અનોખા શણગાર દર્શન તથા સાંજે રાજોપોચાર પૂજન, કેસર અભિષેક, મહાસમૂહ સંધ્‍યા આરતી

વાંકાનેરઃ સાળંગપુરધામઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુર આયોજીત આજરોજ તા.૧૨મીના શનિવારના રોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે દાદાના નિજ મંદિરમા અનોખા પુષ્‍પોના શણગાર દર્શન રાખેલ હતા તૅમજ દાદાના ભક્‍તો દ્વારા દાદાને રાખડી અર્પણ કરવામાં આવેલ હતી તૅમજ સવારે મંગળા આરતી તેમજ શણગાર આરતી સવારે સાત કલાકે પ પૂજ્‍ય શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ સાંજે ૪:૩૦ થી ૭:૦૦ વાગ્‍યાં સુધી દાદાનુ રાજાપોચાર પૂજન, કેસર અભિષેક સંતો તથા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે તૅમજ આજે પૂનમને શનિવાર હોય સાંજે સાત કલાકે મહા સમૂહ દીપ સાથે સંધ્‍યા આરતી કરવામાં આવશે અને નાળિયેરીના પાનના શણગાર થશે ઘર બેઠા ઓનલાઇન ઉત્‍સવના દર્શન નિહાળો ONLY ON > You Tube SALAGPUR HANUMANJI જે યાદી પ પુ શાષાી સ્‍વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્‍વામી, કોઠારી સ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી, પૂજારી સ્‍વામીશ્રી ડી. કે. સ્‍વામીની યાદીમાં જણાવેલ છે.

(11:09 am IST)