Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

મોરબી :ઉમાટાઉનશીપમાં મહિલા સંચાલિત જુગારધામ પર ઝડપાયું : પાંચ મહિલા સહિત ૭ની ધરપકડ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: ઉમાટાઉનશીપમાં રહેણાંક મકાનમાં મહિલા સંચાલિત જુગારધામ પર મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ ત્રાટકી હતી અને પાંચ મહિલા સહિત જુગાર રમતા ૭ ઈસમોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સીટી બી ડિવિઝન પોલીસ ટીમ ઉમાટાઉનશી પાસે પેટ્રોલિંગમાં હતી, એ સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઉમા ટાઉનશીપમાં આવેલ મંગલજયોત એપાર્ટમેન્‍ટમાં ડી-૧૦૩ ફલેટમાં રહેતી મીનાબેન હરેશભાઇ સેરશીયા નામની મહિલા જુગાર કલબ ચલાવે છે. જેના આધારે પોલીસ દરોડા પાડ્‍યા હતા. જયાં મીનાબેન હરેશભાઇ સેરશીયા, જશીબેન દશરથભાઇ પટેલ, દિપ્તીબેન ભાવેશભાઇ બાલધા, હિરલબેન યોગેશભાઇ ટીટોડીયા, મનીષાબેન હરેશભાઇ ખાચર, રવિભાઇ પુનીતભાઇ સેરશીયા અને મનિષભાઇ ઉર્ફે લાલો અજીતભાઇ સારદીયા ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

જેથી પોલીસે ગજીપતાના પાના નંગ-૫ર તથા રોકડા રૂ૨૫,૧૦૦/- ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગારધારા કલમ ૪ તથા ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:10 am IST)