Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સીમાં તીનપતીનો જુગાર રમતા ૬ ઝડપાયા

વીજય, ભરત,ભાવેશ, અજય અને દીનેશની ધરપકડ

રાજકોટ,તા. ૧૨ : ગોંડલના જામવાડી જીઆઇડીસી પાસે તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામવાડી જીઆઇડીસીમાં કેટલા શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ ડી.પી.ઝાલા તથા હેડ કોન્‍સ. ડી.જી.જેઠવા સહિતના સ્‍ટાફે જીઆઇડીસી જવાના મેઇન રોડ પર ભાવેશ ટોળીયાના ડેલા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા જામવાડી ગામના વીજય જેઠાભાઇ ટોળીયા, ચોરડી ગામના આંબા ગોગનભાઇ માવલીયા, જામવાડીના ભરત બાબુભાઇ વેકરીયા, ભાવેશ હરીભાઇ ટોળીયા, વોરાકોટડાના અજય ચનાભાઇ સાકરીયા અને જામવાડીના દિનેશ બાબુભાઇ જાખલીયાને પકડી લઇ રૂા. ૭૭,૫૨૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(11:15 am IST)