Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જૂનાગઢમાં વેટરનરી વિદ્યાર્થીઓની ભૂખ હડતાળ - એક વિદ્યાર્થીની તબિયત લથડી

રાત્રે મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડાઇ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૨ : જૂનાગઢમાં સ્‍ટાઇપેન્‍ડના પ્રશ્ને વેટરનરી વિદ્યાર્થીઓની ભુખ હડતાળનો આજે ત્રીજો દિવસ છે. રાત્રે એક વિદ્યાર્થીનીની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

રૂા. ૪૨૦૦થી સ્‍ટાઇપેન્‍ડ વધારીને રૂા. ૧૮ હજાર કરવાની માંગ સાથે ગુજરાતમાં ત્રણ યુનિવર્સિટીના વેટરનરી વિદ્યાર્થીઓએ હડતાળ પાડી છે.

જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટીના ૩૫૦ વેટરનરી તબીબોએ ભૂખ હડતાળ શરૂ કરી છે જેના બીજા દિવસથી ગત રાત્રે ભૂખ હડતાળ કરી રહેલ મમતા સ્‍વામી નામની ૨૬ વર્ષીય વિદ્યાર્થીનીની તબિયત લથડતા તેણીને અત્રેની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પ્રથમ હડતાળ અને બાદ ભૂખ હડતાળ છતાં સ્‍ટાઇપેન્‍ડ મામલે ઘટતુ કરવામાં નહિ આવતા વેટરનરી વિદ્યાર્થીઓએ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્‍ચારી છે.

(12:23 pm IST)