Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કોડિનારની શાળાઓમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

 

કોડિનાર : નહેરુ યુવા કેન્દ્ર જુનાગઢ(ગીર સોમનાથ) અને અબુંજા વિદ્યાનિકેતન - ગીર સોમનાથના સયુંકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા અનોખી ઉજવણી કરી. ચિત્રસ્પર્ધા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે આ શાળાના ૬૧ જેટલા વિદ્યાર્થીઓ પ્રતિભાગી થયા હતા. તેઓના ચિત્રનું મુલ્યાંકન કરી તેમાંથી ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ધ્રુવ લુખી, દ્વિતીય જેનિશા કુબાવત, તૃતીય જયદેવ ઝાલાના નામ ઘોષિત કર્યા હતા.તથા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાના ઘર ઉપર પોતાના ઘરની સાથે અન્ય ૫ ઘર આ અભિયાનમાં જોડાયને પોતાના ઘર પર તિરંગો લહેરાવી ઉજવણીમાં જોડાય તે માટે સંકલ્પબદ્ધ થયા છે. શાળાના ઇન્ચાર્જ આચાર્ય  અજય શર્મા, નિર્ણાયક ગણ ચિત્રકલા શિક્ષક મિલન ગરચર અને રચિત દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢના ભૂતપૂર્વ એન.વાય. કે. સ્ટાફ પ્રતાપસિંહ પરમાર (એ.પી.એ.), તેમજ બ્લોક કોડીનારના એન.વાય.વી.દેવલબેન સોલંકી તથા સુત્રાપાડા તાલુકાના એન.વાય.વી. સતિષકુમાર ચાવડા અને પૂર્વ એન.વાય.વી. કોડીનાર તાલુકાના કનકસિંહ સોલંકીએ  હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(12:25 pm IST)