Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સુત્રાપાડાના સુખનાથ મહાદેવની અનોખી લીલા

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.૧૧: શહેરના સુખનાથ મહાદેવની શાસ્ત્રમાં શિવને મહાદેવ એટલે કે સૌથી મોટા દેવ કહ્યા છે. પરિણામે અઠવાડિયામાં એક દિવસ સોમવાર ઉપરાંત એક આખો શ્રાવણ માસ ભકિત માટે ફાળવેલ છે. જે ભાગ્યે જ બીજા દેવ માટે હશે. આથી તો શ્રાવણ માસમાં શિવ મંદિરનું મહત્વ ખૂબ જ વધી જાય છે. સુત્રાપાડાના સુખનાથ મહાદેવ ખુબ જ પ્રખ્યાત અને જાણીતા છે. સુત્રાપાડા તાલુકાની પ્રજા આ મંદિરની પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભકિત ધરાવે છે. ધર્મમાં શ્રદ્ધાના હોય કોઇ ઇચ્છા અધૂરી હોય કોઇ પણ પ્રકારની અશાંતિ હોય તો એક વખત આ મંદિરની મુલાકાત લ્યો તો ખ્યાલ આવશે કે આ મંદિરમાં ધાર્મિકનો પ્રભાત ફેરી શરૃ થઇ ગામમાં ફરી અહી પૂર્ર્ણ થાય છે. સવાર સાંજ ભવ્ય આરતી અને દિવસ દરમિયાન અનેક ધાર્મિક વિધિ અહીં ચાલતી હોય છે. ગામના લોકો નિયમિત અહી દર્શન કરી પછી જ કામ ધંધે જાય છે. આ મંદિર પાછળ એક સત્ય કથા છે. તે પ્રમાણે ગાડુ ચાલતું ચાલતું ગામના ચોકમાં ઊભું રહ્યું પરિણામે ત્યાં આ શરૃઆતમાં તે જગ્યા એ નાની ડેરી હતી પરંતુ જે આજે ભવ્ય મંદિર બન્યું છે.

(12:29 pm IST)