Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોંડલ રક્ષાબંધનની ભૂલકાંઓ દ્વારા ઉજવણી

ગોંડલ : નાના ભુલકાઓ માટે હરહંમેશ એકટીવીટી કરાવતું પ્લે હાઉસ ૩૬૦જી જુનિઅર્સ ગોંડલ દ્વારા રક્ષાબંધન પર્વને ભૂલકાઓ સાથે ઉજવ્યો હતો. જેમાં અભ્યાસ કરતા બાળકોને રાખી બંધન અને ગિફ્ટ આપી હતી. અલગ અલગ રમતો સાથે ભૂલકાંઓના કલબલાટ અને ચિચિયારીથી પ્લે હાઉસ ગુંજી ઉઠ્યું હતું. આ તકે દરેક  ભૂલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સંચાલક પ્રતિકભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ  શિક્ષક ગણ  દ્વારા જહેમત ઉઠાવી હતી.(

(1:12 pm IST)