Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વિસાવદર હનુમાનપરા પ્રા.શાળા ખાતે વિશ્વ સિંહ દિવસ ઉજવાયો

વિસાવદર  :  વિસાવદર લાયન્સ કલબ દ્વારા શહેરની હનુમાનપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારની શિફ્ટમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહનાં મહોરાં પહેરી સુત્રોચ્ચાર  સાથે રેલી યોજવામાં આવી હતી. શાળાની બાજુમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસની મુલાકાત લીધેલ જ્યાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાડેજાએ  શાળાનાં સૌ વિદ્યાર્થીઓને વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સિંહો વિષે માહિતી આપી હતી. બીજી શિફ્ટમાં શાળાનાં વિદ્યાર્થીઓને એશિયાટિક લાયન સંરક્ષણ તેમજ આપણા રાષ્ટ્રનું ગૌરવ એવા હરિયાળી ગીરનાં કેસરી સિંહો વિશે સંવાદ યોજવામાં આવ્યો હતો. લાયન્સ કલબ દ્વારા વિદ્યાર્થીઓને કપડાંની બેગ, પાઉચ, બોલપેન તેમજ ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાયન્સ પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત ખુહા, સેક્રેટરી રમણીકભાઇ ગોહેલ, શાળાના આચાર્ય આર. કે.મોવલીયા, શાળા પરિવારનાં રજનીકાંત એન.સુવાગિયા, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા

(1:14 pm IST)