Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ટંકારાના લાજાઇ ગામે કૃભકો દ્વારા ખેડૂત શિબિર

  ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે કૃભકોની ખેડૂત શિબિર તથા લજાઈ સેવા સહકારી મંડળીની ૭૩ મી વાર્ષિક સાધારણ જોગ આશ્રમ લજાઈ ખાતે યોજાયેલ.જેમાં કાર્યક્રમમાં મોરબી તાલુકા સંઘના પ્રમુખ તથા લજાઈ મંડળીના પ્રમુખ બળવંતભાઈ કોટડીયા  તથા કૃભકોના એરિયા મેનેજર  હિતેશભાઈ સોરઠીયા તથા લજાઈ મંડળીના મંત્રી  નરભેરામ ભાઈ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ. પ્રમુખ બળવંતભાઈ કોટડીયા દ્વારા વાર્ષિક અહેવાલ રજુ કરેલ જેમાં મંડળી દ્વારા ૩૪ લાખનો નફો કરેલ અને ૧૫% ડિવીડેન્ટ સભાસદ ખેડૂતો ને જાહેર કરેલ. કૃભકો નાઅધિકારી સોરઠીયા  દ્વારા ઉપસ્થિત ખેડૂતોને જૈવિક બેકટેરિયા વાળા ખાતરો તથા જમીન ચકાસણી વિશે માહિતી આપેલ  તથા કૃભકોના જિલ્લા અધિકારી ઉદયભાઈ દ્વારા સેન્દ્રીય ખાતર વાપરવા જણાવેલ તથા આધુનિક ખેતી સાથે વૈજ્ઞાનિક અભિગમથી સજીવ ખેતી કરવા સૌને જણાવેલ. અને  આઝાદીના અમૃત વર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કરવામાં આવેલ.

(1:19 pm IST)