Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કેશોદ સર્વોદય હાઈસ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

 

કેશોદ :   કેશોદમાં શ્રીસર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીસર્વોદય હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટીશ્રી અને પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા અને સમર્થ બોરસાણીયા દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એસ. આર. ચાવડા, એલ. એમ. ડાંગર, બી. એસ. ડોડીયા, કે. એફ. ઝાલા, કે. પી. કમાણી સહીતના શિક્ષકો  રેલીમાં જોડાયા હતા

(1:20 pm IST)