Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જેતપુર-મોટાગુંદાળા ગામે જુગાર રમતા ૪ મહિલા સહિત ૧પ શખ્‍સોની રૂા. રપ હજાર સાથે ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ર :..  શહેર તાલુકા વિસ્‍તારમાં જાણે જૂગાર ઉદ્યોગ પુરબહારમાં ખીલ્‍યો હોય દરરોજ પોલીસ પકડી પાડે છે.

શહેર પોલીસ ગઇકાલે સાંજે ૬ વાગ્‍યાના અરસામાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન બાતમી મળેલ કે ભાદરના સામાકાંઠા વિસ્‍તારમાં રહેલો યુવરાજ બીસુ ગીડા પોતાના રહેણાંક મકાનમાં જૂગારનો હાટડો ચલાવતો હોય જે આધારે પોલીસે યુવરાજના રહેણાંક મકાન રામા મંડળ ચોકમાં જુગાર અંગેની રેડ કરતા તીનપતીનો જૂગાર રમતી ૪ મહિલાઓ કોમલબેન બીસુભાઇ ગીડા, અલ્‍પાબેન ગભરૂભાઇ વાળા, શારદાબેન ટીનાભાઇ ઠાકોર, ભાનુબેન રાજૂભાઇ સોલંકી, સતિષ વલકુભાઇ બસીયા, ધરમ ઉર્ફે શીવરામ કરશનભાઇ દાણીધારીયા, ધીરજ ચતુરભાઇ ઠાકોર તથા મકાન માલીક યુવરાજ ગીડા (રહે. તમામ ભાદરના સામાકાંઠા)ને રોકડા રૂા. ૧૮,૦૧૦ તથા મોબાઇલ ર મળી કુલ રૂા. ર૬,૦૧૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ.

અન્‍ય રેડમાં શહેર પોલીસે નવાગઢ મોણપર વાસ લક્ષ્મીનગરમાં જૂગારની રેડ કરી જાહેરમાં જૂગાર રમતા કરશન અદાભાઇ મકવાણા, અફઝલ યુનુસભાઇ ચોટલીયા, મહેશ ઉર્ફે રોહીત મનુભાઇ રાઠોડ, કિશોર મનુભાઇ રાઠોડ, પ્રફુલ ચનાભાઇ પરમાર (રહે. તમામ મોણપર વાસ) ની રોકડા રૂા. ૧પ૧૦ સાથે પકડી પાડેલ.

તાલુકા પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન મોટા ગુંદાળા પાસે આવેલ કાળુશા પીરની દરગાહ પાસેથી પસાર થતા ત્‍યાં જાહેરમાં ર શખ્‍સો જૂગાર રમતા હોય તે બન્ને શખ્‍સોને મેરામ જેઠાભાઇ મેવાડા (રહે. મોટી ગુંદાળા) ભરત ખીમજીભાઇ પારધી (રહે. નાની પરવાડી) ને રોકડા રૂા. પ૮૪૦ સાથે પકડી પાડેલ.

આમ ત્રણ રેડ દરમ્‍યાન કુલ ૪ મહિલા સહિત ૧પ શખ્‍સોને રોકડા રૂા. રપ૩૬૦ તેમજ મોબાઇલ મળી કુલ રૂા. ૩૩,૩૬૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

(1:47 pm IST)