Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

કેશોદ એન. પી. કોલેજમાં e FIR નોંધાવવા માહિતી સેમીનાર

કેશોદ : કેશોદ એન. પી. આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે ગળહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ. એપ્‍લિકેશન મુજબ કોઈપણ નાગરિક પોતાનાં કબજા ભોગવટાનું વાહન કે મોબાઈલ ફોનની ચોરીની ઘટના બને તો ઓનલાઈન e FIR નોંધાવી શકશે અને ચોવીસ કલાકમાં પોલિસ સ્‍ટેશનના અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાવવા પોલીસ સ્‍ટેશન જવાને બદલે ઓનલાઈન પોલીસ ફરીયાદ નોંધાવા માટેની e FIR નોંધાવા માટેની સરળ સમજણ આપવા અને માહિતગાર કરવા યોજાયેલા સેમિનારમાં પોલીસ વિભાગના ડીવાયએસપી જે બી ગઢવીની ઉપસ્‍થિતિમાં જુનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ મશરૂ દ્વારા માહિતી આપવામાં આવી હતી. શહેરનાં નગરશ્રેષ્ઠીઓ ઉપરાંત શહેરીજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતા. પધારેલા મહેમાનોનું સ્‍વાગત  કોલેજના પ્રિન્‍સીપાલ ડો. કે.આર.પરમારે કરેલ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

(1:48 pm IST)