Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

જૂનાગઢમાં સતત બીજા દિવસે કોરોનાનો એક કેસ

તહેવાર ટાણે મહામારીનો ફૂંફાડો1

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૨ : જૂનાગઢમાં સતત બીજા દિવસે કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

જૂનાગઢ શહેરમાં બુધવારે કોરોનાનાં એક કેસની એન્‍ટ્રી થઇ હતી બાદમાં ગુરૂવારે રક્ષાબંધન પછી રજા રાખ્‍યા વગર પણ કોરોનાનો વધુ એક કેસ નોંધાતા જૂનાગઢમાં મહામારીનો ફુંફાડો વધ્‍યો છે. આમ તહેવાર ટાણે જ કોરોનાનાં કેસ વધતા પામતા તંત્ર અને લોકો મુંઝવણમાં મુકાય જવા પામેલ છે. દરમ્‍યાન કન્‍ટેનમેન્‍ટ ઝોનની સંખ્‍યા પાંચ થઇ છે. તેની નીચે પાંચ ઘરના ૧૭ લોકો કન્‍ટેનમેન્‍ટ હેઠળ છે. બીજી તરફ ગઇ કાલે જૂનાગઢ સીટીમાં ૨૦૦૩ અને ગ્રામ્‍ય ૮૬૪૯ લોકોએ વેકિસન લીધી હતી.

(1:54 pm IST)