Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા અંધશાળામાં રક્ષાબંધન

 અમરેલીઃ લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા અંધજન તાલીમ કેન્‍દ્ર (અંધશાળા)માં પ્રજ્ઞાચક્ષુ ભાઈઓને રક્ષા અર્પણ કરવાનો એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ હતો. લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી)ના બહેનોએ ભક્‍તિ પ્રધાન ભાઈ બહેનોના પવિત્ર રક્ષાબંધન ઉત્‍સવે રક્ષા અર્પણ કરી પ્રસંગનું મહત્‍વ સમજાવેલ લાયન લેડીઝ નયનાબેન ભુવા, રેખાબેન પટેલ, ભારતીબેન પટેલ, વિભૂતિબેન જોગાણી, હીરાબેન કાથરોટીયા, ફરીદાબેન આફ્રિકાવાલા, સુનિતાબેન ગોલ, હસુબા, પરમાર, અલ્‍પાબેન સિંધવડ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમારંભના પ્રારંભે અંધજન તાલીમ કેન્‍દ્રના સેક્રેટરીશ્રી દિલીપભાઈ પરીખે શાબ્‍દિક સ્‍વાગત કરેલ હતું. ત્‍યારબાદ લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન ભુપતભાઈ ભુવા તેમજ લાયન પ્રા. એમ. એમ. પટેલના ઉદબોધનમાં રક્ષાબંધન એટલે દ્રષ્ટિ પરિવર્તન તેમજ ભાઈ બહેનના પરસ્‍પરના પ્રેરક, પોષક અને પુરક સંબંધો સમજાવી ભારતીય સંસ્‍કૃતિમાં પ્રેમ બંધન રુપી રક્ષાબંધનની અગત્‍યતા સમજાવેલ તેમજ પ્રજ્ઞાચક્ષુ ભાઈઓમાં રહેલ ᅠઆંતરિક ગુણોનો વધુમાં વધુ વિકાસ થાય તેવી શુભેચ્‍છા પાઠવી હતી. સમારંભની આભારવિધિ અંધજન તાલીમ કેન્‍દ્રના સંચાલક આર. એચ. સાધુએ કરેલ હતી. પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ ભાઈ-બેનના પ્રેમ અને લાગણી દર્શાવતા ગીતો રજૂ કરેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન પ્રા. મહેશભાઈ એમ. પટેલ, ટ્રેઝરર લાયન નરેશભાઈ કે. જોગાણી, લાયન રમેશભાઈ કાથરોટીયા, લાયન રમેશભાઈ ગોલ, લાયન મુસ્‍તુફા આફ્રિકાવાલા, લાયન રિધેશભાઈ નાકરાણી, દર્શનભાઈ ચૌહાણ તેમજ અંધજન તાલીમ કેન્‍દ્રના  અશ્વિનભાઈ સેલડીયા, ચિમનભાઈ ટીલવા, બાબુભાઈ સાગતીયા, રતીભાઈ પરમાર, રવિભાઈ દુધરેજીયા, શક્‍તિસિંહ સરવૈયા, તુલશીભાઈ દુધરેજીયા, કૌશલભાઈ પારેખ, મયુરભાઈ ભટ્ટ, કિશનભાઇ ખિમસુરીયા, પરેશભાઈ વસાણી, દિલીપભાઈ જોષી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તેમ લાયન્‍સ ક્‍લબ ઓફ અમરેલી (સીટી)ના પી.આર.ઓ લાયન પ્રા. એમ. એમ. પટેલ દ્વારા જણાવેલ છે.

(1:55 pm IST)