Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વિદેશી નાગરિકને ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવતી અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ

અમરેલી તા. ૧૨ : સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલી ખાતે Republic of Moldova દેશના એક નાગરિક Alina Podlesnova તરફથી એક ઓનલાઈન શોપિંગ સાઇટ પરથી શોપિંગ માટે ઓનલાઈન પેમેન્‍ટ કર્યા બાદ, ઓનલાઈન શોપિંગ સાઇટ બંધ થઈ ગઇ હોવા છતા વસ્‍તુ કે પેમેન્‍ટ રીટર્ન નહી કર્યા અંગેની અરજી મળેલ. જે અંગે ભાષાકીય પ્રોબ્‍લેમ (Language Barrier) હોવા છતા, અરજદાર સાથે યોગ્‍ય સુમેળ સાધી જરૂરી તમામ વિગતો મેળવી યોગ્‍ય કાર્યવાહી કરી, ઓનલાઇન ફ્રોડમાં ગયેલ તમામ રકમ ખુબ જ ટૂંકા સમયમાં સાયબર ક્રાઇમ પોલીસ ટીમે પરત અપાવેલ. જેથી, અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ ટીમની કામગીરીથી પ્રભાવિત થઈને, Alina Podlesnova એ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન-અમરેલીનાઓને સંબોધિને આભાર વ્‍યક્‍ત કરતો શુભેચ્‍છા સંદેશ મોકલેલ.  આમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચનાથી, જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ Republic of Moldova દેશના નાગરિક સાથે થયેલ ઓનલાઈન શોપિંગ ફ્રોડની તમામ રકમ પરત અપાવવામાં સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલીના પોલીસ ઇન્‍સપેક્‍ટર એચ.કે.મકવાણા, પો.સબ.ઇન્‍સ.  જે.એમ.કડછા તેમજ સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. અમરેલીના પો.કોન્‍સ. અમીતભાઇ ઘેવરીયાનાઓને સફળતા મળેલ છે.

(1:57 pm IST)