Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દેવભુમી દ્વારકા જીલ્લામાં અવિરત ઝાપટા વચ્‍ચે સરેરાશ ૧૦૦ ટકા વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧ર : દેવભુમી દ્વારકા જિલ્લામાં ચારેક દિવસથી શરૂ થયેલ મેઘ મહેર ગઇકાલે પણ અવિરત રહી હતી. આજે સવારે ૬ વાગ્‍યે ર૪ કલાકમાં વરસાદ જોઇએ તો દ્વારકા ૧ર મીમી, ખંભાળિયા ૧૧ મીમી, કલ્‍યાણપુર ૧૮ તથા ભાણવડ ૪ મીમી વરસાદ નોંધાયો છે.દેવભુમિ દ્વારકા જિલ્લામાં સતત વરસાદને લીધે દ્વારકામાં ૧૩ર ટકા, ખંભાળિયા ૧રપ ટકા, કલ્‍યાણપુરમાં ૮૩ ટકા તથા ભાણવડમાં ૬૧ ટકા વરસાદ સાથે ગઇકાલે જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકા થઇ ગયો છે. ખંભાળિયામાં ૪૦ ઇંચ થઇગયો છે. હજુ આજે પણ વરસાદી માહોલ છે. 

(2:05 pm IST)