Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ખંભાળીયાના ભાતેલની સીમમાં જૂગાર રમતા ૮ શખ્‍સો ૧.૮૪ ના મુદામાલ સાથે ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા  જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચનાથી કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

જે દરમિયાન પોલીસે લાખાભાઇ ખીમાભાઇ જોગલ ઉ.વ.૩૩ રહે. કુનમરો વાડી વિસ્‍તાર, ભાતેલ, કપીલસિંહ મનુભા જાડેજા ઉ.વ.૩૩ રહે. ભાતેલ ગામ તા. ખંભાળીયા, દેવાભાઇ હમાભાઇ વાંચા ઉ.વ. ૪૦ રહે. કુનમોરા વાડી વિસ્‍તાર ભાતેલ ગામ, કિશોરસિંહ ઉદયસિંહ જાડેજા ઉ.વ.૩૬ રહે. ભાતેલ ગામ તા. ખંભાળીયા, લખમણભાઇ પુનાભાઇ આસાતાણી ઉ.વ.પ૦ રહે. ટીંગા વાડી વિસ્‍તાર, પીપરીયા ગામ, રમેશભાઇ વાલાભાઇ મકવાણા ઉ.વ.રર રહે. મોવાણ ગામ તા. ખંભાળીયા, પ્રતાપભાઇ કરશનભાઇ મસુરા ઉ.વ.૪૦ રહે. કંધી વાડી વિસ્‍તાર, મોવાણ ગામ, રામભાઇ લખમણભાઇ આસાતાણી ઉ.વ.ર૮ રહે. ટીંગા વાડી વિસ્‍તાર, મોવાણની ધરપકડ કરી હતી.

આ કામગીરી કરનાર એલ.સી.બી. આઇ/સી પો.ઇન્‍સ. પી.સી. શિંગરખીયા નાઓની સુચનાથી પીએસઆઇ એસ.વી.ગળચર, બી.એમ.દેવમુરારી, એએસઆઇ અજીતભાઇ બારોટ, ભરતભાઇ ચાવડા, વિપુલભાઇ ડાંગર, દેવશીભાઇ ગોજીયા, કેશુરભાઇ ભાટીયા, સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, સુનીલભાઇ કાંબલીયા, ધર્મેન્‍દ્રસિંહ ચુડાસમા, નરશીભાઇ સોનગરા, હેડ કોન્‍સ. મસરીભાઇ આહીર, બોઘાભાઇ કેશરીયા,,અરજણભાઇ મારૂ, લાખાભાઇ પિંડારીયા, બલભદ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઇ હુણ, હસમુખભાઇ કટારા, મહેન્‍દ્રસિંહ જાડેજા કોન્‍સ. ગોવિંદભાઇ કરમુર, વિશ્વદિપસિંહ જાડેજા, સચીન નકુમ, અરજણભાઇ આંબલીયા, કેતનભાઇ બડલ મેહુલભાઇ રાઠોડ કરી હતી.

(2:07 pm IST)