Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

મોરબીમાં પત્નીને બીભત્સ ઈશારા કરતા યુવાનની હત્યા કરનાર શખ્શ ઝડપાયો

બીભત્સ ઈશારા કરેલ તે બાબતે આરોપી સાથે ઝધડો થતા ખાર રાખીને આરોપીએ શાકભાજી સુધારવાની છરી વડે ઘા મારી યુવાનની હત્યા કરી

મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં લેબર કવાર્ટરમાં શ્રમિક યુવાનની હત્યા કરીને પરપ્રાંતીય શખ્શ ફરાર થયો હોય જે આરોપીને પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ રેડીયન્ટ એનર્જી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકને છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હોય તેવી માહિતી મળતા બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી લેબર ક્વાર્ટર માં શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ મામલે ફરિયાદી નીરજભાઈ જવાહરભાઈ પાંડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ અરૂણકુમારના સાળા જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (ઉ.વ.27) રહે હાલ રેડીયન્ટ સિરામિક લખધીરપુર રોડ મૂળ એમપી વાળાને બે દિવસ પૂર્વ આરોપી બારીવાલ કુશાલભાઈ ટુડુ )રહે હાલ રેડીયેન્ટ સિરામિક વાળા)ની પત્ની સાથે બે દિવસ પહેલા બીભત્સ ઈશારા કરેલ તે બાબતે આરોપી સાથે ઝધડો થયો હતો જે ઝઘડાનો ખાર રાખીને આરોપીએ શાકભાજી સુધારવાની છરી વડે ઘા મારી યુવાનની હત્યા કરી હતી.

(9:50 pm IST)