Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કચ્છ આશાપુરા માતાજીનું મંદિર દિવાળીમાં ખુલ્લું રાખવા નિર્ણંય : મેલૈયા પૂજા પણ થશે

કોરોનાને કારણે ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રીમાં બંધ રહેલ મંદિરમાં હવે માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે

ભુજ : કોરોના વાયરસને કારણે ઈતિહાસમાં પ્રથમ વખત નવરાત્રી દરમિયાન બંધ રહેલ કચ્છ આશાપુરા માતાજીનું મંદિર દિવાળીમાં ખુલ્લુ રહેશે. દિવાળીના તહેવારોમાં માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે.

દિવાળીના તહેવારમાં મંદિર ખુલ્લુ રહેવાની સાથે વર્ષો જૂની પરંપરા મુજબ મેલૈયા પૂજા પણ થશે. આ પહેલા કોરોના મહામારીના કારણે નવરાત્રીના તહેવાર પર મંદિર બંધ રહ્યું હતું. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે માઈભક્તો દર્શન કરી શકશે. મંદિરમાં સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

નોંધનીય છે કે, આ પહેલા નવરાત્રીમાં કોરોના સંક્રમણ વધતા આશાપુરા મંદિર માઇ ભક્તો માટે બંધ રાખામાં આવ્યું હતું. મંદિર 13 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી 12 દિવસ બંધ રહ્યું હતું. આસો નવરાત્રીમાં માત્ર પૂજન અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. જોકે www. matanamadh.org અને યુટ્યુબ matanamadh ચેનલ પર ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

(10:16 am IST)