Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરેન્દ્રનગરમાં ઠેરઠેર મુકેલા ડસ્ટબીનો જ ગાયબ થઇ ગયા!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૨ : સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા મોટા ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા પરંતુ અસંખ્ય જગ્યાઓ પર મુકાયેલા ડસ્ટબિન ચોરી થઈ ગયા.

સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરમાં ફેલાતી અસહ્ય ગંદકીના કારણે નગરપાલિકાએ નિર્ણય અને લાખોના ખર્ચે શહેરના જાહેર માર્ગો ઉપર તેમજ જયાં પાનના ગલ્લા આવેલા હોય ત્યાં ત્યાં તેમજ ચોકે ચોકે આવા મોટી સાઈઝના ડસ્ટબિન મૂકવામાં આવ્યા  હતા ત્યારે આ ડસ્ટબિન ને આજે ત્રણ ચાર માસ જેવો સમય થયો હશે ત્યાંજ હસન ડસ્ટબિન ચોરાઈ ગયા છે કે ગાયબ થઇ ગયા છે ત્યારે નગરપાલિકાની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે આ રીતે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર આ રીતે ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા ત્યારે હાલમાં મોટાભાગની જગ્યા ઉપર આવા ડસ્ટબિન હાલમાં રહ્યા નથી માત્ર તેની એંગ્લો જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જનતા માં ચર્ચાતી વિગતો મુજબ હજુ થોડા સમય પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સુરેન્દ્રનગરને સ્વચ્છ રાખવા માટેનું સ્વપ્ન સુરેન્દ્રનગર શહેરની સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાએ જોયું હતું ત્યારે હાલમાં આ રીતે મૂકવામાં આવેલા ડસ્ટબિન કેટલીક જગ્યાઓ પર જેની એંગ્લો જોવા મળી રહી છે ત્યારે મોટાભાગના ડસ્ટબિન ના આ મુકેલા મોટા મોટા પીપળા ચોરી થઇ ગયા છે અને લાખોનો ખર્ચ પણ ધૂળધાણી થઈ ગયો છે ત્યારે મુકેલા ડસ્ટબિન અસંખ્ય જગ્યાઓએ આ રીતે માત્ર એંગલ જોવા મળી રહી છે છતાં પણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના નથી તો પોલીસને જાણકારી આપી કે નથી તો આ અંગેની ફરિયાદ દાખલ કરી આ તમામ ડસ્ટબિન માર્ગો ઉપરથી હાલ તો અદ્રશ્ય થઈ ગયા છે આ રીતે જાહેર રસ્તાઓ પર માત્ર જોવા મળી રહી છે ત્યારે શહેરમાં અસંખ્ય જગ્યાઓ પર ડસ્ટબિન અદ્રશ્ય બની ગયા છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર અસંખ્યવાર આ માર્ગો પર નીકળે છે  છતાં તેની કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી તો હજુ થોડા સમય પહેલાં મૂકવામાં આવેલા ડસ્ટબિન અદ્રશ્ય બની ગયા છે તો તેની પાછળ જવાબદાર કોણ તેવો પ્રશ્ન હાલમાં જનતામાં ચર્ચાઈ રહ્યો છે ત્યારે અમુક જગ્યાએ હજુ ડસ્ટબિન ચોટલા છે ત્યાં સફાઈ કામદારો તેમજ કચરો સળગાવે છે અને જાહેરમાં વાતાવરણ ધૂંધળુ બનાવી દે છે તો આ પ્રશ્નને લઈને શહેરમાં અનેક સવાલો ઉભા થયા છે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના લાખો રૂપિયા હાલમાં આ ડસ્ટબિન ગાયબ થતાં પાણીમાં ગયા છે તેવી ચર્ચા હાલમાં લોકોમાં ચાલી રહી છે.

(11:24 am IST)