Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

થાનગઢથી ગોંડલ કપડા ખરીદવા આવેલા યુવકનું રીબડા પાસે અકસ્માતમાં મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામે ભોમેશ્વર સોસાયટીમાં રહેતા ગોપાલ લક્ષ્મણભાઈ અલગોતર અને તેનો મિત્ર ચંદ્રેશ કપડાં ખરીદી કરવા માટે બાઈક પર ગોંડલ આવી રહયાં હતા. દરમિયાન રીબડા પાસે રોંગ સાઈડમાં આવી રહેલ આઈસર ટ્રક ઞ્થ્૧૮શ્ ૬૬૧૭ ના ચાલકે બાઇક ને અડફેટે લઇ સર્જેલા અકસ્માતમાં ગોપાલ ને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જયાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.ગોપાલ ત્રણ બહેન અને બે ભાઈના પરિવારમાં ચોથા નંબરનો હતો અને થાનમાં કપડાની દુકાન ચલાવતો હતો મહેનત કરી પરિવારને આર્થિક મદદ કરતા યુવાનનું અકાળે મોત નિપજતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો.

(11:27 am IST)