Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઉપલેટામાં સ્ટોલને દિવ્યાંગોના હસ્તે ખુલ્લો મુકાયો

(ભરત દોશી દ્વારા) ઉપલેટા :  ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક પાસે તુલસી ડાઈનીંગ હોલ પાછળ આવેલ પ્લોટમાં સામાજિક ગ્રુપ દ્વારા એકદમ નજીવા ભાવે રાહત દરે ફટાકડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટોલને ઉપલેટા શહેરમાં આવેલ દિવ્યજયોત દિવ્યાંગ સંસ્થાના દિવ્યાંગ બાળકોના વરદ હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. છેલ્લા સતત દસ વર્ષથી આ ગ્રુપ દ્વારા રાહત દરે ફટાકડાનું કરવામાં આવી રહ્યું છે જેમાં બ્રાન્ડેડ કંપનીના ફટાકડાઓ વિતરણ કરવામાં આવે છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આશીર્વાદ ગ્રુપ દ્વારા દર વર્ષે દિવાળી ઉપર બ્રાન્ડેડ કંપની અવનવી વેરાયટીઓ લાવીને વિતરણ કરવામાં આવે છે. આ ગ્રુપમાં ઉદ્દેશ માત્ર લોકોને પરવડે તેવા ભાવથી ફટાકડા મળી રહે તેમજ ગ્રાહકો બજારમાં લૂંટાઈ નહિ તે માટે આ ફટાકડાનું સેવાકીય કાર્ય તરીકે રાહત દરે વિતરણ કરવામાં આવે છે. આ ગ્રુપના વિપુલભાઈ અમૃતિયા, જીગ્નેશ ડેર, રાજ કાસુન્દ્રા, અજય જાગાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:29 am IST)