Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ટંકારા તાલુકા પંચાયતમાં દિવાળી આવી , અદ્યતન રેકર્ડ સ્ટોર રૂમમાં રેકર્ડની ગોઠવણી

ટંકાર,તા. ૧૨: ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરખાલા તથા આસિસ્ટન્ટ ટીંડીઓ ભીમાણીના નેતૃત્વમાં ટંકારા તાલુકા પંચાયતમાં અનેક વિકાસ કામો થઈ રહેલ છે.

ટંકારા તાલુકા પંચાયતમાં દિવાળી આવી,સફાઈ કામગીરી કરવામાં આવેલ.રેકર્ડની નવેસરથી ગોઠવણી કરાયેલ છે.

તાલુકા પંચાયતની સ્થાપના થયા બાદ તાલુકા પંચાયત, ટંકારાની તમામ શાખા અને IRD શાખાનું તમામ રેકર્ડ વર્ગીકૃત કરી, ફાઈલ વાઈઝ ગોઠવી અને બ્રાંન્ચવાઇઝ ગોઠવી નવનિર્મિત બનેલાં રેકોર્ડરૂમમાં ગોઠવવામાં આવ્યું.

રેકોર્ડ વર્ગીકરણમાં ૨૫ શાખા અને આશરે ૫૦૦૦ ઉપરથી વધુ ફાઈલોને બ્રાન્ચવાઈઝ ગોઠવવામાં આવી.

કાયમી રેકોર્ડ, સમયમર્યાદાવાળું રેકોર્ડ, પરચૂરણ રેકોર્ડ એમ અલગ અલગ ભાગ બનાવવામાં આવ્યા.

રેકોર્ડ ર્વર્ગીકરણ કરવામાં તાલુકા પંચાયત તમામ સ્ટાફ અને તલાટી મંત્રીઓએ સાથ સહકાર આપેલો છે.

ટંકારાતાલુકા પંચાયતમાં આ વર્ષે રીનોવેશન કરાયેલ છે .કોમ્યુનિટી હોલ તથા અદ્યતન રેકડ રૂમનું બાંધકામ કરાયેલ છે . ટંકારા તાલુકા ને દૂરદર્શી અને કામગરા તાલુકા વિકાસ અધિકારી મળતા ટંકારા તાલુકા પંચાયતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે નવુ રેકર્ડ સ્ટોર રૂમ બનાવવામાં આવેલ છે આ નવનિર્મિત રૂમમાં ટંકારા તાલુકા પંચાયતની સ્થાપનાથી આજ સુધી તમામ વરસોના તમામ રેકોર્ડ વર્ગીકરણ કરી અલગ-અલગ ગોઠવણી કરાયેલ છે.

અગાઉ ચોમાસામાં તાલુકા પંચાયત કચેરીમાં પાણી ભરાતા પંચાયતના રેકોર્ડિંગ મોટું નુકસાન થયેલ તેને નવેસરથી વ્યવસ્થિત કરાયેલ છે .

તાલુકા વિકાસ અધિકારી તથા સ્ટાફની કામગીરીને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મધુબેન સંઘાણી તથા કારોબારી અધ્યક્ષ ભુપતભાઈ ગોધાણી તથા અધિકારીઓએ બિરદાવેલ છે.

(11:32 am IST)