Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મોરબીમાં ચોરીના બે આરોપી ઝડપાયા

મોરબી,તા. ૧૨: જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પી આઈ આઈ એમ કોઢિયાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કિશોરદાન ગઢવી અને વનરાજભાઈ ચાવડાને બાતમી મળતા જેના આધારે બી ડીવીઝનના ચોરીના ગુન્હ્માં આરોપી નીલેશભાઈ ઉર્ફે કાલી ભુપતભાઈ ગેડાણી રહે-રાજકોટ પોપટપરા અને અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા રહે-નવાગામ રાજકોટ વાળ સી એન જી રીક્ષા જીજે ૦૩ બીએકસ ૦૬૫૮ સાથે કુબેર ટોકીઝ સામે સર્વિસ રોડ પરથી મળી આવતા તેની પુછપરછ કરતા ચોરીના ગુન્હાની કબુલાત આપી હોય જેથી તેની પાસેથી રોકડ રકમ રૂ.૧૫,૦૦૦ રીકવર કરી ગુનામાં વપરાયેલ રીક્ષા કીમત રૂ.૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૫.૦૦૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો આરોપી ગટી રાણાભાઇ ભરવાડ રહે-માલધારી સોસાયટી રાજકોટનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેમજ આરોપી અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયા આગાઉ રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં ૪૫૪,૪૫૭ અને ૩૮૦ મુજબ ગુન્હો નોંધાયેલ છે.

 

મોરબી બી ડીવીઝન પોલીસની આ કામગીરીમાં ઈમ્તિયાઝભાઈ જામ, ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ઋતુરાજસિંહ જાડેજા, દેવસીભાઈ મોરી, રમેશભાઈ મિયાત્રા, ભગીરથભાઈ લોખીલ અને મુકેશભાઈ જીલરીયા સહિતની ટીમે કામગીરી કરેલ છે.

(11:33 am IST)