Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજાુલા નાગરીક બેંકની પેનલનાં પંદર ડિરેકટર બિનહરીફ

રાજુલાઃ નાગરીક સહકારી બેંકની સને ર૦ર૦-રપ નાં વર્ષ માટે ખાલી પડેલ ૧પ (પંદર) જગ્યા માટે ચુંટણી જાહેર કરવામાં આવેલ હતી. જેમાં ૧૭ ફોર્મ આવેલ તે પૈકી (બે) ફોર્મ પરત ખેંચાતા બાકી રહેલ નાગરિક બેંકની પેનલનાં પંદર ઉમેદવારોને બિનહરિફ જાહેર કરવામાં આવે છે. પ૦ વર્ષથી કામ કરતી નાગરિક બેક શહેરનાં નાના અને મધ્યમ વર્ગનાં લોકોને મદદરૂપ થાય છે. બિનહરિફ થયેલા ઉમેદવારમાં બાબાભાઇ કોટીલા, લાલભાઇ મકવાણા, અંબરિષભાઇ ડેર (ધારાસભ્ય-રાજુલા-ખાંભા-જાફરાબાદ), નિતીનભાઇ પંડયા, મહેન્દ્રભાઇ ધાંખડા, દિનેશભાઇ પારેખ, પ્રવિણભાઇ જોશી, વિનુભાઇ પટેલ, જુસબભાઇ ભોંકીયા તથા બાબુભાઇ વાણીયા, મહેશભાઇ વ્યાસ, રમેશભાઇ મુંજાણી, હિંમતભાઇ ટાંક, ગાયત્રીબેન કે. સોલંકી અને શિલ્પાબેન ભરતભાઇ મહેતા (પ્રેસ વાળા) છે.  બેંકનાં ચેરમેન બાબભાઇ ટી. કોટીલા અને વાઇસ ચેરમેન દિલીપભાઇ વી. જોશીએ કામગીરી કરેલ છે. તથા તેમની પુરી ટીમ અને બેંકનાં કો.ઓપ. ડિરેકટર એમ. ડી. જોશી અને રીતેષભાઇ આદ્રોજાનાં સહકારથી પક્ષિય રાજકારણને બાજુમાં રાખી કામગીરી કરેલ છે. તેમ બેંકનાં મેનેજર જિગ્નેશભાઇ જોશીની યાદી જણાવે છે.

(11:38 am IST)