Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

શિયાળાની અસર વધીઃ વલસાડ-૧૩, નલીય-૧૩.૪, રાજકોટ ૧પ.૩ ડીગ્રી

સવારે લઘુતમ તાપમાનનો પારો નીચેઃ બપોરે મહત્તમ તાપમાનનો પારો ઉંચેઃ ડબલ ઋતુ યથાવત

રાજકોટ તા. ૧ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે અને શિયાળાની અસર વધુ થઇ રહી છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે શિયાળા જેવુ વાતાવરણ છવાય જાય છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન વલસાડમાં ૧૩ ડીગ્રી, કચ્છના નલીયામાં ૧૩.૪, રાજકોટમાં ૧પ.૩, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

વહેલી સવારે લઘુતમ તાપમાનનો પારો નીચે જાય છે. જયારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષા અને સુકા પવનોથી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો પારો ૧૭ ડીગ્રીએ પહોંચ્યો હતો. હજુ તાપમાનમાં ઘટાડો થશે અને શનિવાર સુધીમાં ઠંડીનો પારો ૧પ ડીગ્રીએ પહોંચવાની  સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

કાલે લઘુતમ તાપમાનનો પારો ૧૭ ડીગ્રી થયો હતો. જયારે આખો દિવસ પવન ૧૦ કિલો મીટરની ઝડપે ફુંકાયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ ર૪ ટકા નોંધાયું હતું.

જો કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો રહ્યો હતો, પરંતુ બપોરના સમયે ગરમી યથાવત રહી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઇ હતી. જેની અસરના ભાગરૂપે  ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.આ વખતે ઠંડીનો પારો સિંગલ ડીજીટમાં પહોંચવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હાલ બપોરે ગરમી અને વહેલી સવારે ઠંડીને કારણે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. (પ-૧૪)

જુનાગઢ સહિત સોરઠમાં ઠંડી વધી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ર :.. આજે જુનાગઢ સહિત સોરઠમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો.ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૬.૪ ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાન એક ડીગ્રી ઘટીને ૧પ.૪ ડીગ્રીએ સ્થિર થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું.સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેતા ઠંડીની અસર લેવડાઇ હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ બે કિ.મી.ની રહી હતી.

કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૮ ડિગ્રી

ડીસા

૧પ.૪ ડિગ્રી

વડોદરા

૧પ.૬ ડિગ્રી

સુરત

ર૦.ર ડિગ્રી

રાજકોટ

૧પ.૩ ડિગ્રી

કેશોદ

૧૪.ર ડિગ્રી

ભાવનગર

૧૬.૬ ડિગ્રી

પોરબંદર

૧૬.૦ ડિગ્રી

વેરાવળ

ર૦.પ ડિગ્રી

દ્વારકા

ર૧.૯ ડિગ્રી

ઓખા

ર૪.૦ ડિગ્રી

ભૂજ

૧૮.ર ડિગ્રી

નલીયા

૧૩.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.૦ ડિગ્રી

ન્યુ કંડલા

૧૭.પ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧પ.૭ ડિગ્રી

અમરેલી

૧૪.૮ ડિગ્રી

ગાંધીનગર

૧પ.૦ ડિગ્રી

મહુવા

૧પ.૭ ડિગ્રી

દિવ

૧પ.૬ ડિગ્રી

વલસાડ

૧૩.૦ ડિગ્રી

વલ્લભવિદ્યાનગર

૧૯.ર ડિગ્રી

(11:40 am IST)