Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભાવનગરમાં વધુ ૧૪ કોરોના કેસ

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૯૧૯ કેસો પૈકી ૪૮ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા. ૧રઃ જિલ્લામાં વધુ ૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૯૧૯ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૦ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર ખાતે ૩ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોના મુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૯૧૯ કેસ પૈકી હાલ ૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૪,૭૯૬ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:41 am IST)