Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કાલે ધનતેરસઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં લક્ષ્મીપૂજન કાર્યક્રમો

કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદઃ દિપાવલી પર્વમાં ખરીદીનો જામતો માહોલ

રાજકોટ તા. ૧ર : દિપાવલી પર્વનો પ્રારંભ થયા બાદ આજે વાઘબારસ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કાલે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી લક્ષ્મીજીનુ પૂજન સહિતના કાર્યક્રમો યોજાશે જો કે કોરોના મહામારીના કારણેઆ વખતે સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને સાદાઇથી ઉજવણી કરાશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વનો પ્રારંભ થતાની સાથે જ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે.

દિવાળીના પર્વોની મંગલ શરૂઆત ગુજરાતમાં વાઘબારસથી થાય છે વૈષ્ણવો આજના પર્વે ગાય વાછરડાની પુજા કરે છે. ગાયને ઘાસ નીર છે. કેટલાક તેને અડદના વડા ખવડાવે છે તેથી આજના પર્વને ગોવત્સ દ્વાદશી કહે છે. ગુજરાતના ગામડાઓમાં આજે પોડાં બારસ કહે છે ઘરના ગામડાનાં માટીનાં ઘરને નવી ચાર કરતા જુની ગારના પોપડાં-પોડાં ઉખેડી તેને ગરાદી કરીને સ્વચ્છ કરે છે.તેથી તેને પોડાં બારસ કહે છે. ગુજરાતમાં સ્ત્રીઓ ઘરના ઉબરા પુજે છે. આંગણમાં વાઘનું ચિત્ર રંગોળી વડે બનાવે છે. માટે તેને વાઘબારસ કહે છે.

જુનાગઢ

જુનાગઢ : ગઇકાલથી શરૂ થયેલ દિવાળી તહેવારને લઇ જુનાગઢ સહિત સોરઠનાં લોકોમાં ઉત્સવનો ઉત્સાહ પ્રવર્તે છે. બજારોમાં દિવાળી પર્વની ખરીદી નીકળતા વેપારીઓમાં પણ મલકાર જોવા મળી રહ્યો છે.

દિવાળી પર્વમાં આજે વાઘબારસ છે આવતીકાલે ધનતેરસ મનાવવામાં આવશે. આ વર્ષ શુક્રવારે ઘનતેરસ હોય જેને શુભ માનવામાં આવે છે. આ પાવન દિવસે સવારે ૬.પ૯ થી ૧૧.૦૮, સાંજે ૪.૪૦ થી ૮.૩૦ અને રાત્રે ૯.૧૭ થી ૧૦.પ૪ સુધી લક્ષ્મીપૂજન માટે શ્રેષ્ઠ સમય છે.

ઘનતેરસ બાદ શનિવારના રોજ પ્રકાશ પર્વ દિપાવલી મનાવવામાં જેની ઉજવણી માટે લોકોમાં ભારે ઉત્સાહ-ઉમંગ પ્રવર્તે છે. છેલ્લા બે દિવસથી જુનાગઢની બજારોમાં પર્વનેસ લઇ ભારે ધમધમાટ પ્રવર્તે છે.

કોરાનાનાં કાળને લઇ બજારો સુષુપ્ત રહેલ પરંતુ દિવાળીની ખરીદી અને વિવિધ ચહલપહલ શરૂ થતા બજારો પણ ચેતનવંતી બની છે.

હાલ બજારમાં કપડા, બુટ-ચંપલ, કટેલેરી, હોઝીયરી, કલર, દાગીના સુશોભન માટેની ચીજવસ્તુઓ વગેરેની ખરીદી થઇ રહી છે જેના પરિણામ શિથીલ અર્થતંત્રમાં નવો સંચાર થયો છે.

બીજી તરફ જુનાગઢમાં દાણાપીઠ સ્થિત મહાલક્ષ્મી મંદિરનાં દ્વારા કોરોના બાદ ખુલતા ભકતો ખુશ-ખુશાલ થઇ ગયા છે. દિવાળીનાં તહેવારને લઇ મહાલક્ષ્મીનાં પ્રાચીન મંદિરને વિવિધ સુશોભનથી શણગારવામાં આવેલ હોય મંદિરની દિવ્યતામાં વધારો થયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ મહાપર્વ દિવાળીની ઉજવણીને હવે ત્રણ-ચાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના જવાહર મેદાનમાં આવેલી ફટાડકા બજાર તથા ભાવનગર શહેરમાં અલગ-અલગ જગ્યાએ મોટા સ્ટોલ અને લારીઓમાં વહેંચાતા ફાટકડા આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મંદીની અસર સ્પષ્ટ દેવાખઇ રહી છે. અવનવી વિવિધ વેરાઇટીઓ આવી ગઇ છે. પણ હજુ સુધી ઘરાકીનો માહોલ જામતો નથી ત્યારે ભાવનગર ફટાકડા એસોશીએશનના પ્રમુખ નિમેષભાઇ દેસાઇ જણાવેછે કે છેલ્લા બે દિવસથી ફટાકડાની ઘરાકીમાં સારો માહોલ દેખાઇ રહ્યો છે. મનોરંજનની આઇટમો હોય લોકોફટાકડા હોંશભેર ખરીદી કરશે તેમ અત્યારે લાગી રહ્યું છે તથા બીજા નાના લારીવાળાઓમાં પણ ખરીદી શરૂ થઇ હોય થોડો તેજીનો માહોલ દેખાશે અને લોકો આનંદથી ફટાકડા ફોડી કોરોનાની મહામારીને ભુલશે તેમ હાલ લાગી રહ્યું છે.

(11:42 am IST)