Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઉપલેટામાં બે મકાનમાં ચોરી કરનાર તસ્કર બેલડીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી

તસ્વીરમાં પકડાયેલ તસ્કર બેલડી સાથે રૂરલ ક્રાઇમ બ્રાંચનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૧રઃ ઉપલેટામાં બે મકાનમાં ચોરી કરનાર તસ્કર બેલડીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી હતી.

જીલ્લામાં મિલ્કત સંબંધી અનડિટેકટ ગુન્હાઓ શોધી કાઢવા રૂરલ એસ.પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા સ્ટાફ ઉપલેટા પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ નવલસીંગ જુવાનસીંગ આદિવાસી રે. નારવલી ગામ મધ્ય પ્રદેશ તથા બબલુ પ્યારસીંગ સફનીયા આદિવાસી રે. પુરા ગામ મધ્ય પ્રદેશને અટકાવી તલાસી લેતા બન્ને પાસેથી ચોરાઉ મોબાઇલ નંગ-ર, ચાંદીની ધાતુની માળા નંગ-ર, સાંકળા નંગ-૧, કાંડા ઘડીયાળ, સિંહની મુંઠવાળી તલવાર તથા પીતળની સુળી અને રોકડા રૂ. ૮૪૬૦ સહિત ર૦,ર૬૦નો મુદામાલ મળી આવ્યો હતો. પકડાયેલ બન્નેની પોલીસ આકરી પુછતાછ કરતા ઉપલેટામાં ઢાંક રોડ ઉપર આવેલ બે મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ બન્નેને ઉપલેટા પોલીસના હવાલે કરાયા હતા.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, દિવ્યછેશભાઇ સુવા, નારણભાઇ પંચાળીયા, નિલેશભાઇ ડાંગર, રહીમભાઇ દલ તથા કૌશીકભાઇ જોશી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:44 am IST)