Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જલારામ જયંતિએ દુનિયાભરમાં મંદિરોના ઓનલાઈન દર્શન

૨૧મીએ પૂ.જલાબાપાની જન્મજયંતિઃ ૨૨મીએ જલારામ મંદિર- લેસ્ટર દ્વારા યુ-ટયુબ, ફેસબુકના માધ્યમથી કાર્યક્રમો નિહાળી શકાશે : રાજકોટમાં સંતમાતા પૂ.ભાનુમાએ ૧૯૭૦માં સ્થાપના કરેલ જલારામ પ્રાર્થના મંદિરની ઝલક પણ માણવા મળશે

રાજકોટઃ દિવાળી- નુતનવર્ષના તહેવારો બાદ જગસુપ્રસિધ્ધ પૂ.જલારામ બાપાની જન્મજયંતિ આવી રહી છે. આ વખતે જલારામ મંદિર- લેસ્ટર દ્વારા પ્રથમ વખત ડિજીટલ આંતરરાષ્ટ્રીય ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જલારામ બાપાના ભકતોને દુનિયાભરમાં આવેલ જલારામ બાપાના મંદિરોના ઓનલાઈન દર્શનનો લ્હાવો મળશે.

તા.૨૧ નવેમ્બરના રોજ પૂ.જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિ છે. આ વર્ષે જલારામ બાપાની જયંતિની ઉજવણી જલરામ મંદિર- લેસ્ટર ખાતે ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવશે. ૨૨મી નવેમ્બરે દુનિયાભરના જલાબાપાના મંદિરોના દર્શનનો લાભ ભાવિકોને મળશે.

જેમાં રાજકોટ સ્થિત શહેરની મધ્યે સદરમાં આવેલ જગસુપ્રસિધ્ધ શ્રી જલારામ પ્રાર્થના મંદિરની ખાસ ઝલક નિહાળવા મળશે. વર્ષ ૧૯૭૦માં પૂ.ભાનુમાએ આ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિરે સેંકડોની સંખ્યામાં જલારામ ભકતો દર્શનનો લાભ લેતા હોય છે.

વિશ્વભરના જલારામ મંદિરોમાં જલારામ જયંતિની ઉજવણીએ રવિવાર તા.૨૨મી નવેમ્બરના વિશ્વભરમાં જલારામ બાપાની પ્રવૃતિઓનો પ્રથમ વખત ડિજીટલ આંતરરાષ્ટ્રીય ઊજવણી કરવામાં આવશે. યુ.કે., ઈસ્ટ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલીયા, કેનેડા, દુબઈ, ફીજી, સાઉથ આફ્રિકા, યુ.એસ.એ. સહિતના દેશોમાં યુ- ટયુબ, ફેસબુક અને અન્ય માધ્યમના ચેનલ દ્વારા લાઈવ સ્ટ્રીમીંગ વિશ્વભરમાં થનાર છે.

www.jalarambapa.net

Jai Jalaram Bapa

info@jalarambapa.netta

(11:44 am IST)