Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભાવનગર સર્વોતમ ડેરી દ્વારા પશુને ઇયર ટેગીંગ કરવાનો નિર્ણય લેવાયો

ભાવનગર,તા. ૧૨: સર્વોત્ત્।મ દાણ ફેકટરી ખાતે જિલ્લાન કૃત્રિમ બીજદાન કરતા એ.આઇ વર્કર સાથે સર્વોત્ત્।મ ડેરીના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષી, જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર એમ.પી.પંડયા, સંયુકત પશુપાલન નિયામક, રાજકોટ વિભાગ ડો. બી.એલ.ગોહિલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાતય,ભાવનગર ડો. બી.એમ.શાહ, નાયબ પશુપાલન નિયામક-આઇ.સી.ડી.પી,ભાવનગર ડો. એન.સી.પંડયા, વેટરનરી ઓફીસર-સિહોર ડો. હિતેષભાઇ ખેર વિગેરે મહાનુભવોની ઉપસ્થિતીમાં મિટિંગ યોજવામાં આવી. જેમાં  ભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી (સર્વોત્ત્।મ ડેરી) તથા પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ૧ર આંકડાના નંબરવાળી કડી મારવાની શરૂઆત કરવાના ભાગરૂપે બોલાવવામાં આવેલ. જેમાં કડી મારવાથી ભાવનગર જિલ્લાના દરેક પશુઓની સંપુર્ણ માહિતી કડીના ૧૨ આંકડાના નંબરમાં જોવા મળશે. નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ૧૦૦ % પશુધનમાં ખરવા મોવાસા રોગ અને બ્રુસેલોસીસ રોગ નાબુદી માટે આ ઇયર ટેગ અમલીકૃત કરવામાં આવેલ છે. આ ઉપરાંત દૂધ સંઘની તથા સરકારશ્રીની વિવિધ પશુપાલનલક્ષી સેવાઓ જેવી કે તબીબી સારવાર, એફ.આઇ.પી કેમ્પ, જનરલ કેમ્પ, પશુની ખાલી-ગાભણની તપાસ, રસીકરણ વિગેરે યોજનાઓમાં આ ઇંયર ટેગ ફરજીયાત છે. આ ઇંયર ટેગથી કૃત્રિમ બીજદાનની વિગત વાર માહિતી જેવી કે પશુની ઓલાદ,બુલની વિગત, વેતર સરળતાથી મેળવી શકાશે. પશુ-પાલકની સાચી માહિતી માટે આધાર નંબર અને મોબાઇલ નંબર પણ લેવામાં આવશે. જેથી દરેક ગામમાં રહેલા પશુઓ અને પશુ પાલકની સચોટ માહિતી મળશે. તબીબી સારવાર દરમિયાન કરેલ દવા અને બિમારીની પાકી માહિતી મેળવી શકાશે. એફ.આઇ.પી. કેમ્પ, જનરલ કેમ્પમાં લાભ લીધેલ પશુની વિગત વાર માહિતી મેળવી શકાશે.

આમ આ ઉપરંત ટેગીંગ કરીને દરેક પશુને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે જેથી પશુઓ પર લોન અને વિમો લેવામાં ઉપયોગી બનશે. જેથી સર્વોત્ત્।મ ડેરી તરફથી દરેક પશુપાલકને ઇયર ટેગ લગાવવા માટે જણાવવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં સાથ સહકાર આપવા સર્વોત્ત્।મ ડેરી સાથે જોડાયેલ તમામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના કાર્યવાહકોને સંઘના મેનેજિંગ ડિરેકટર એચ.આર.જોષીએ વિનંતી કરેલ છે.

(11:44 am IST)