Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જૂનાગઢમાં વાહન ઉઠાવગીરને ઝડપી લેતી એ ડીવીઝન પોલીસ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૨: જૂનાગઢ શહેરના કાજીવાડા, આદિનાથ એપાર્ટમેન્ટ ખાતેથી ફરિયાદી જીજ્ઞેશભાઈ મનસુખભાઇ રાજપરા જૂનાગઢનું હીરો હોન્ડા સાઈન GJ-10-CK-8281 કિંમત રૂ. ૪૦,૦૦૦/- તથા ત્યાં રહેતા પાડોશી દીપકભાઈ શાંતિલાલ વસાનું એવીએટર મો.સા. GJ-11-AC-1658 કિંમત રૂ. ૧૫,૦૦૦/- ના બે મોટર સાયકલ પાર્ક કરેલ હતા, ત્યાંથી કોઈ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરવામાં આવતા, ફરિયાદી જીજ્ઞેશભાઈ મનસુખભાઇ રાજપરાએ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીનો ગુન્હો નોંધી, તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એચ.કચોટ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ જે.એચ.કચોટ, હે.કો. માલદેભાઈ, વિકાસભાઈ, પો.કો. વિક્રમસિંહ, અનકભાઈ, મોહસીનભાઈ, જીલુભાઈ, સહિતની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી, સીસીટીવી કેમેરા આધારે તપાસ કરતા, એક આરોપી આ બને મોટર સાયકલ ચોરી કરીને જતા જણાઈ આવેલ હતા. પરંતુ ઓળખાયેલ ના હતા.

આ ચોરીમાં સંડોવાયેલ આરોપી બાબતે બાતમીદારોને સીસીટીવી ફૂટેજ બતાવતા, ચોરી કરનાર આરોપી કુંભારવાડા વિસ્તારમાં રહેતો અનિશ ગામેતી હોવાનું ખૂલેલ હતું. દરમિયાનએ ડિવિઝન પોલીસની ઉપરોકત ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હીરો હોંડા સાઈન મોટર સાયકલ સાથે ર્ંઆરોપી અનિશ મુસાભાઈ સીડા જાતે ગામેતી રહે જૂનાગઢને પકડી લીધો હતો.

શંકાસ્પદ મોટર સાયકલ સાથે લાવેલ આરોપી અનિશ મુસાભાઈ સીડાની  પોલીસ દ્વારા પુછપરછ કરવા  કાજીવાડામાં આવેલ એપાર્ટમેન્ટ ખાતેથી આ મોટર સાયકલ તથા અન્ય એક એવીએટર મોટર સાયકલ મળી, કુલ ૦૨ મોટર સાયકલની ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવેલ હતી. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઉપરોકત ગુન્હો નોંધાયેલ હતો.

(12:36 pm IST)