Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જામનગરના સપડા ગામે ઝૂંપડા પાસેની બાવળના/કાંટાની વાડ સરખી કરવા બાબતે સશસ્ત્ર બઘડાટી બોલી

જામનગર, તા.૧૨: પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લાલસુરભાઈ હાજાભાઈ રવશી એ ફરીયાદ નોંધાવી છે કે, સપડાગામની સીમ આરોપીના ઝુપડા પાસે ફરીયાદી લાલસુરભાઈ તથા સાહેદ મેરાભાઈ પોતાના ઝુપડા પાસે આવેલ બાવળના કાંટાની વાડ સરખી કરતા હોય ત્યારે મેરાભાઈ ભોજાભાઈ, માણશી ભોજાભાઈ, નગાભાઈ ભોજાભાઈ, અનિલ ભોજાભાઈ વીજાણી એ આ બાવળ અમારામાં આવે છે. તમે કેમ કાપો છો તેમ કહી ફરીયાદી લાલસુરભાઈને તથા સાહેદને ગાળો બોલી પોતાની જોક(વાડો) માં ચાલ્યા ગયેલ અને ત્યાં થી ફરીથી જોર જોરથી ગાળો બોલતા હોય જેથી ફરીયાદી લાલસુરભાઈ તથા સાહેદ આરોપીઓને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી લાલસુરભાઈને તથા સાહેદને ગાળો બોલી પાઈપ તથા લાકડી વડે માર મારી સાહેદ મેરાભાઈને હેમરેજની ઈજા કરી તથા ફરીયાદી તથા સાહેદને મુંઢ ઈજાઓ ગુનો કરેલ છે.

જયારે માણસીભાઈ ભોજાભાઈ વિજાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી માણસીભાઈની બહેન માલીને આરોપીઓ જેસરાજ હાજાભાઈ, મેરાભાઈ હાજાભાઈ, લાલસુર હાજાભાઈ, હાજાભાઈ આલરવભાઈ રવેશી, રે. સપડા ગામ ફાયરીંગ વાળી ધારવાળાઓ ઉપાડી જવાનું કહેતા બોલાચાલી થતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદી માણસીભાઈ તથા અન્ય ઈજા પામનારને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અને ફરીયાદીને સામસામે મારમારી થતા તેમા આરોપી જેસરાજ હાજાએ ફરીયાદી માણસીભાઈને પાઈપ વડે જમણા પગ અને વાંસામા મારમારી મુંઢ ઈજા કરેલ અને સાહેદ મેરૂભાઈને જમણા પગમા નરાના ભાગે ફેકચર જેવી ઈજા કરી અને જમણા પગમા હાથ તથા વાસામાં મુંઢ ઈજા કરેલ તેમજ સાહેદ ભોજા માણસીને જમણા હાથ આંગળા ઉપર સામાન્ય ઈજા કરેલ તેમજ સાહેદ હમીર ભોજાભાઈને આરોપી હાજા આલરવે ધારીયાનો ઘા મારી ઈજા કરેલ બાકીના આરોપીઓએ આડેધડ ઢીકા પાટુનો માર મારી નાન–મોટી ઈજાઓ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

લાલપુરમાં મકાનમાંથી દારૂ સાથે બે ઝડપાયા : એક ફરાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ચંદુભાઈ દેવદાન ભાઈ જાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુરમાં મીરા પાર્ક બ્રહ્મ સમાજની બાજુમાં ભદત પ્લોટમા આવેલ હીટલર શાંતિલાલ રોકડના મકાનમાં આરોપીઓ નાગરાજસિંહ ઉર્ફે નાગરાજ રણજીતસિંહ જાડેજા, રવીરાજસિંહ મહીપતસિંહ જાડેજા એ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૭૯ કિંમત રૂ.૩૯પ૦૦/– નો રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી રામકૃષ્ણ હર્ષદ દુધરેજીયા ફરાર થઈ ગયેલ છે.

પાંચ બોટલ સાથે ઝડપાયો

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અરજણભાઈ ખીમાભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, દ્વારકાધીશ પાર્ક સામે, જાહેર રોડ ઉપર આરોપી ઈમરાન તાલબ સુંભણિયા, રે. લાલપુરવાળો પોતાના કબ્જામાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલ નંગ–પ, કિંમત રૂ.રપ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતી ત્રણ મહિલા ઝડપાઈ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપારોડ, વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં આરોપી લક્ષ્મીબેન વિનોદભાઈ રામપભાઈ વેકરીયા, નીમુબેન મધુભાઈ લાલજીભાઈ વાઘેલા, ગીતાબેન પંકજભાઈ હરીભાઈ ઝાડફવા, જુગાર રમી રમતા રોકડા રૂ.૧૪પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બીમારી સબબ તરૂણીનું મૃત્યુ

અહીં રામેશ્વનગરમાં રહેતા શૈલેન્દ્રસિંહ નીરૂભા ઝાલાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, યોગેશ્વરીબા દિલાવરસિંહ જાડેજા ઉ.વ.૧પ રહે રામેશ્વર દ્વારકેશ પાર્કવાળીનું બીમારી સબબ મૃત્યુ નિપજેલ છે.

નાની લખાણી ગામે દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નાની લાખાણી ગામે આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે જયવંતસિંહ રણજીતસિંહ જાડેજા એ પોતાના રહેણાક મકાને ગેરકાયદેસર પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારૂ ઓફીસર ચોઈસ વ્હિસ્કીની બોટલ નંગ –પ૮, કિંમત રૂ.ર૯,૦૦૦/– સાથે  આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે જયવંતસિંહ રણજીતસિંહ જાડેજા તથા રામકૃષ્ણ હર્ષદ દુધરેજીયા ઝડપાઈ ગયેલ છે.

(12:38 pm IST)