Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભાણવડમાં સાપનો રાફડો ફાટયો ૩ દિ'માં ૧રના રેસ્કયુ કરી પકડયા

ઠંડી ગરમીની મિશ્ર ઋતુના અહેસાસ વચ્ચે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧ર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડી તથા ગરમીની મિશ્ર ઋતુ થતાં સવારે ૧૮ ડીગ્રી અને બપોરે ૩૪/૩પ ડીગ્રી થતા સાપ જમીનમાંથી બહાર નીકળવાનું પ્રમાણ વધી જતા બે દિવસમાં બાર સાપનું ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સફળ રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

ભાણવડના જાખપર વાડી વિસ્તારમાંથી અજગર, ભાણવડ રેલવે ટ્રેક પરથી રોક પાઇથન, ટીંબડી વાડી વિસ્તારમાંથી અજગર, રણજીતપરા, ભાણવડમાંથી ટ્રીન્કેટ સાપ, ગોપાલપરા તથા ગરમ વિસ્તારમાંથી ત્રણ કોબરા સાપ નીકળ્યા હતા આ ઉપરાંત સલામળા, એઢાપાઇ, મોટા કાલાવડ વિ. ગામોમાંથી કોબ્રા કાળોતરો સાપ, ધામણે રેટસ્નેક નાગ જેવા સાપ નીકળ્યા હતા.

એનિમલ લવર્સ ગ્રુપના એ.આર.ભટ્ટ તથા સમીરભાઇ તથા બી.ઓડેદરા વિ. દ્વારા આ તમામ સાપનું બરડા ડુંગરમાં સફળ રીતે કોઇ નુકશાન ના થાય તે રીતે રેસ્કયુ કરવામાં આવ્યું હતું.

(12:38 pm IST)