Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમરેલીના ચિતલ રોડ ઉપર રિક્ષા-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૨: અમરેલીના ચિતલરોડ ઉપર આવેલ ખોડીયાર મંદિર નજીક નાની માચીવાળા ગામના પરેશભાઇ લાવજીભાઇ જાવીયા ઉવ.૪૨ મગફળી વેચવા યાર્ડમાં ગયેલ. અને તેમનો વારો બીજી દિવસે હોવાથી બાઇક લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કોઇ અજાણ્યા છકડો રીક્ષા ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી ચલાવી બાઇક સાથે અથડાવી ગંભીર ઇજા કરી મોત નિપજાવી રીક્ષા ચાલક નાસી ગયાની કાકાના દિકરા ભોળાભાઇ જાવીયાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાશને પી.એમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અકસ્માતના બનાવમાં પોલીસે રીક્ષા ચાલક સામે ગુન્હો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

છેતરપીંડી

ટીંબી ગામના નરેશભાઇ દિલુભાઇ વરૂએ તેના મિત્રની હુન્ડાઇ આઇટેનજી જીજે૩એચ૬૧૬૬ દોઢ વર્ષથી ગાડી વાપરતા હતા. તા. ૫/૧૧ના ટીંબી માર્કેટ યાર્ડ પાસે ગેરેજમાં રીપેરીંગ માટે મુકેલ હતી. ત્યારે લોઠપુર ગામના દુડી નામના શખ્સે ગેરેજવાળા ભાઇ પાસેથી ગાડી ખરીદવાની લાલચ આપી ટેસ્ટીંગ કરવાના બહાને રૂ. ૪ લાખની ગાડી લઇ જઇ છેતરપીંડી કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ થતા પી.એસ.આઇ. જે.એલ.ઝાલાએ આરોપીને ફોરવ્હિલ કાર સાથે ઝડપી પાડ્યો હતો.

મારમાર્યો

બાબરા તાલુકાના લાલકા ગામે રહેતા વિપુલભાઇ નારણભાઇ જાદવને જમીન બાબતે તેના ભાઇ સાથે તકરાર ચાલતી હોય. જેથી જમીન પડાવી લેવાના ઇરાદે ગોબર નારણ જાદવે સીમમાં બાઇક ઉભુ રાખી પાઇપ વડે વિપુલભાઇ અને તેમના પત્ની લીલાબેનને પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ખૂનની ધમકી

બાબરામાં રહેતા અલ્પેશભાઇ ગોરધનભાઇ ચોવટીયા ઉવ.૩૫એ પાલીકામાં તેમના ઘર પાસે હોકળોમાં ગેરેજ ચલાવતા અમીન અહેમદ ગોગદા ગેરેજ ચલાવતો હોય. અને ગેરેજ પાસે ગંદકી કરતા અરજી કરેલ જે મનદુઃખ રાખી ઘરના ઓટે બેઠેલ ત્યારે ગાળો બોલી છરી બતાવી ગાડીની ઠોકર મારી નાખવાની ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(12:40 pm IST)